પ્રેમમાં અંધ બહેને પોતાના ભાઈ પર જ કરાવ્યો જીવલેણ હુમલો કહ્યું, આને મારી નાખો

અમદાવાદ: કહેવાય છે પ્રેમ આંધળો હોય છે. તે ગમે તે કરી શકે છે. પરંતુ પ્રેમનો અનેક વખત કરુંણ પરિણામ પણ જોવા મળી કે છે. આવી…

gujarattak
follow google news

અમદાવાદ: કહેવાય છે પ્રેમ આંધળો હોય છે. તે ગમે તે કરી શકે છે. પરંતુ પ્રેમનો અનેક વખત કરુંણ પરિણામ પણ જોવા મળી કે છે. આવી જ એક ઘટના સામે આવી છે અમદાવાદમાં. બહેન જે હાથ પર રાખડી બાંધતી હતી. તે જ ભાઈ પર જીવલેણ હુમલો કરાવ્યો હતો. અને આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

બહેનના પ્રેમ સંબંધોને ભાઈએ મંજૂરી આપી નહોતી. એની અંગત અદાવત રાખી અને ભાઈ પર જીવલેણ હુમલો કરાવ્યો હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. ત્યારે હુમલાને લઈ ભાઈએ પોતાની બહેન વિરુદ્ધ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં બહેનના બોયફ્રેન્ડ અને અન્ય 2 વ્યક્તિઓના નામ પણ ફરિયાદમાં દાખલ કર્યા છે.

પ્રેમમાં અંધ બહેને પોતાના ભાઈ પર કરાવ્યો જીવલેણ હુમલો
પોલીસ ફરિયાદમાં યુવકે જણાવ્યું કે તેની બહેન છેલ્લા 2 વર્ષથી પંકજ સાથે સંબંધમાં હતી. ત્યારે આ સબંધનો વિરોધ કરતાં તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. પ્રેમમાં અંધ નાની બહેને પોતાના જ પોલિયોગ્રસ્ત મોટાભાઈ
હુમલો કરવી દીધો.

જાણો શું છે સમગ્ર મામલો
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા ભરતેશે પોતાની નાની બહેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કહ્યું કે મનીષા પ્રેમ સબંધથી પરિવાર પણ નારાજ હતા. ત્યારે ગત શનિવારે મનીષા સવારે 9 વાગ્યે નીકળ્યા બાદ રાત સુધી પરત ન આવી અને રાત્રે તેમના મિત્ર પંકજ અને બે લોકો ભરતેશ પાસે આવ્યા અને વાત કરવા માટે બહાર લઈ ગયા. અને આ દરમિયાન તેની બહેન મનીષા ઘર પાસે હતી. અને ભરતેશને સ્મશાનગૃહમાં લઈ ગયા અને ત્યાં તમામ લોકોએ મળી અને ભરતેશ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન સગી બહેન ભાઈને બચાવવાની જગ્યા એ બોલી કે ભરતેશને મારી નાખો. ઇજાગ્રસ્ત હાલતમાં ભરતેશને સ્માશનમાંજ છોડી જતાં રહ્યા. ત્યારે ભરતેશે પોતાની માતાને ફોન કરી બોલાવી અને સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા.

આ પણ વાંચો: Gujarat weather: ગરમી અને માવઠા અંગે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે ફરી કરી આગાહી, જાણો શું કહ્યું
નોંધાવી પોલીસ ફરિયાદ
કળયુગની કરુણતાનો કિસ્સો સૌ કોઈના રૂવાડા ઊભા કરી દે તેવો છે. આ દરમિયાન આ સમગ્ર ઘટનાને લઈ પોલિયોગ્રસ્ત ભરતેશે પોતાની બહેન મનીષા, પંકજ સહિત બે સાથીદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચ્યો છે. ત્યારે પોલીસે આ મામલે પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp