ભાજપના નેતાએ જ ઉઠાવ્યો સરકાર સામે અવાજ કહ્યું, ખરી જાડી ચામડીના થઇ ગયા છીએ આપણે!

અમદાવાદ: અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા ડૉ. ભરત કાનાબાર વિવિધ સમસ્યાઓને લઈ સરકારનો કાન ખેચતાં રહે છે. વિવિધ પ્રશ્નોને લઈ કરેલ ટ્વિટ…

gujarattak
follow google news

અમદાવાદ: અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા ડૉ. ભરત કાનાબાર વિવિધ સમસ્યાઓને લઈ સરકારનો કાન ખેચતાં રહે છે. વિવિધ પ્રશ્નોને લઈ કરેલ ટ્વિટ સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે કર્મચારીઓના પગારને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે ખરી જાડી ચામડીના થઇ ગયા છીએ આપણે.

જાણો શું લખ્યું ટ્વિટમાં
પોતાના ટ્વિટને લઈ સતત ચર્ચામાં રહેનાર ડૉ. ભરત કાનાબારે ટ્વિટ કરી અને કહ્યું કે, માવો કે પાન મસાલો એક કલાક ના મળે તો ઘાંઘા થઇ જાઈએ છીએ આપણે … પણ ટૂંકી અને બાંધી આવકવાળા કર્મચારીઓના પગાર ઘણી નગરપાલિકાઓમાં ત્રણ ત્રણ મહિના સુધી થતા નથી તેમના પરિવારોનું શું થતું હશે તેનો વિચાર પણ આપણને આવતો નથી ! ખરી જાડી ચામડીના થઇ ગયા છીએ આપણે !!

મુખ્યમંત્રી અને અમરેલી કલેક્ટરને કર્યા ટેગ
ડૉ. ભરત કાનાબાર પોતાના ટ્વિટને લઈ સતત ચર્ચિત રહ્યા છે. આ દરમિયાન તેમણે ટૂંકી અને બાંધી આવકવાળા કર્મચારીઓના પગાર ઘણી નગરપાલિકાઓમાં ત્રણ ત્રણ મહિના સુધી થતા નથી તે મામલે મુખ્યમંત્રી અને અમરેલી કલેકટરને ટેગ કરી ટ્વિટ કર્યું છે.જોકે, આ પહેલીવાર નથી જ્યારે બીજેપી નેતા ભરત કાનાબારે સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો હોય. આ પહેલા પણ ભરત કાનાબાર પોતાની જ સરકારે સામે અવાજ ઉઠાવી ચૂક્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ડૉ. ભરત કનાબારને કરે છે ફોલો
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ ડૉ. ભરત કનાબાર ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. વિવિધ મુદ્દાઓને લઈને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરતાં જોવા મળે છે. ત્યારે ડૉ. ભરત કનાબારને ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ફોલો કરી રહ્યા છે.

    follow whatsapp