Prithvi Shaw Sapna Gill Clash : ભારતીય ટીમના સ્ટાર ખેલાડી પૃથ્વી શોની સાથે મારામારી કરનાર બ્લોગર અને યૂ્યુબર સપના ગિલના મુદ્દે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે સપનાની ધરપકડ કરી લીધી છે. આ કાર્યવાહી ઓશિવારા પોલીસ દ્વારા કરવામાં આવી છે. ધરપકડ બાદ સપના ગિલનું મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર સપના ગિલે હવે શુક્રવારે કોર્ટમાં રજુ કરવામાં આવશે. આ મુદ્દે હજી પણ વધારે લોકોની ધરપકડ થાય તેવી શક્યતા છે. હાલ આરોપીઓ તરફથી કોઇ ક્રોસ FIR કરવામાં આવી નથી.
ADVERTISEMENT
હાલ તો પોલીસે ફરિયાદના આધારે સપના ગિલની અટકાયત કરી
પોલીસે આ મુદ્દે જણાવ્યું કે, ઓશઇવારા પોલીસ સ્ટેશનમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં 7 લોકોની વિરુદ્ધ ફરિયાદ થઇ છે. તેમણે પહેલા ગાડીમાં તોડફોડ કરી. ત્યાર બાદ મામલો રફાદફા કરવાના નામે 50 હજાર રૂપિયાની માંગ કરી છે. આ મુદ્દે અત્યાર સુધી ધરપકડ થઇ છે. હજી કેટલાક બીજા લોકોની ધરપકડ થાય તેવી શક્યતા છે. આ મુદ્દે હજી સુધી કોઇ ક્રોસ એફઆઇઆરદાખલ કરાવાઇ નથી.
હોટલમાં જમવા ગયેલા શોને પહેલા પરેશાન કર્યો, ત્યાર બાદ બહાર નિકળી મારામારી કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલો 15 ફેબ્રુઆરીના રોજ મુંબઇની સહારા હોટલનો છે. પૃથ્વી શો પોતાના મિત્રો સાથે હોટલમાં ડીનર માટે પહોંચ્યો હતો. પૃથ્વી શોના દોસ્ત આશીષ સુરેન્દ્ર યાદવે 8 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. તેમના અનુરાસ ડિનર દરમિયાન અજાણ્યા આરોપી પૃથ્વી શો પાસે આવ્યા અને સેલ્ફીની માંગ કરવા લાગ્યા હતા. પહેલા પૃથ્વી શોએ બે લોકોની સાથે સેલ્ફી પણ લીધી, પરંતુ સમગ્ર ગ્રુપ સાથે સેલ્ફીનો ઇન્કાર કર્યો અને ત્યાર બાદ સમગ્ર મામલો વિવાદિત બન્યો હતો. પૃથ્વીના મિત્રએ હોટલ મેનેજરને ફોન કર્યો અને ફરિયાદ કરી. મેનેજરે તે લોકોને હોટલથી લઇ જવા દીધા હતા. ત્યાર બાદ તેઓ બહાર પૃથ્વી શોની રાહ જોવા લાગ્યા. તેઓ બહાર નિકળતાની સાથે જ બેઝબોલના ડંડાથી પૃથ્વી શોના મિત્રની ગાડીના કાચ તોડીને તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT