વડોદરા : રાજ્યમાં અધિકારીઓનું વલણ કેટલી હદે લચર થઇ ગયું છે તેનું ઉદાહરણ વડોદરામાંથી સામે આવ્યું છે. આજે વડોદરા પહોંચેલા મુખ્યમંત્રીને કડવો અનુભવ થયો હતો. વડોદરા એરપોર્ટ પર મહાવીર જયંતીના કાર્યક્રમ નિમિત્તે જૈન સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. કાર્યક્રમ પતાવીને મુખ્યમંત્રી સાવલી ખાતે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર આયોજિત સમુહ લગ્નોત્સવમાં હાજરી આપવા માટે નિકળ્યા હતા. જો કે તેઓના કાફલાનું પાયલોટિંગ કરતી ગાડી ખરાબ થઇ ગઇ હતી. મુખ્યમંત્રીના કાફલાને આખરે પાયલોટિંગ વગર જ નિકળવું પડ્યું હતું.
ADVERTISEMENT
અધિકારીઓનું લચરવલણના આક્ષેપો ફરી એકવાર સિદ્ધ થયા
અધિકારીઓ એટલી હદે હવે બિનદાસ્ત બની ગયા છે કે, ધારાસભ્ય હોય કે મંત્રી મુખ્યમંત્રી હોય તો પણ તેઓ કોઇ સીરિયસ રીતે તકેદારી લેતા નથી. જો મુખ્યમંત્રીની આવી હાલત હોય તો સામાન્ય નાગરિકોની શું સ્થિતિ થતી હશે તે તો સમજી જ શકાય છે. અધિકારીઓ હવે ગુજરાતમાં નિરંકુશ બન્યા છે. મનફાવે તે પ્રકારે વર્તન કરતા હોય છે. સામાન્ય નાગરિકોને તો કામ કરાવવા માટે પૈસા આપ્યા પછી પણ હાથ પગ જોડીને કામ કઢાવવા પડે છે. મુખ્યમંત્રીના પાયલોટિંગમાં આટલી ગંભીર બેદરકારી સામે આવી હતી.
વડોદરા ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા સીએમ
જૈન સમુદાયનો કાર્યક્રમ પુર્ણ કરીને મુખ્યમંત્રી સર્વજ્ઞાતિય સમુહ લગ્નમાં જવા માટે નિકળ્યા હતા. જો કે કાફલો રવાના થાય તે પહેલા વોર્નિંગ વાનને રવાના કરવામાં આવતી હોય છે. જો કે જ્યારે વોર્નિંગ વાનના ડ્રાઇવરને પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, ગાડીનો સેલ કામ નથી કરી રહ્યો. જેના કારણે ગાડી શરૂ નથી થઇ રહ્યું. તમામ પ્રયાસો કરી જોયા પરંતુ કોઇ પણ પ્રકારે ગાડી ચાલુ થઇ નહોતી. જેના પગલે મુખ્યમંત્રીનો કાફલો કોઇ પ્રકારના પાયલોટિંગ વગર જ રવાના કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT