VIDEO : સ્ટંટ કરવા જતા કચ્છના તોફાની દરિયામાં ફસાઈ બે THAR, પછી જુઓ શું થયું

કચ્છના મુંદ્રાના ભદ્રેશ્વર નજીક આવેલા રંધ બંદર નજીક દરિયામાં સ્ટંટ કરતા સમયે મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

thar car kutch

કચ્છના દરિયાકાંઠે કાર ફસાઈ

follow google news

Gujarat THAR Car Viral Video  : બાઈક અને કારના સ્ટંટ કરતા વીડિયો સમયાંતરે સામે આવતા હોય છે. કેટલીક વખત આવા સ્ટંટ કરનારાઓને પોતાના દ્વારા કરાયેલા સીનસપાટા ખુદ માટે અથવાતો સામે વાળા માટે સંકટ સાબિત થાય છે. ત્યારે કચ્છના મુંદ્રાના ભદ્રેશ્વર નજીક આવેલા રંધ બંદર નજીક દરિયામાં સ્ટંટ કરતા સમયે મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

રાજ્યમાં ફરી એક વખત દરિયામાં સ્ટંટ કરવા જતાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે. દરિયાકિનારે ઠેર-ઠેર ભય સૂચક બોર્ડ લગાવાયેલા છે. આજે વરસાદી માહોલ વચ્ચે દરિયો પણ તોફાની બનેલો છે. મોટી ભરતી હોવાથી ખતરનાક મોજા ઉછળી રહ્યા હતા. તેમ છતા કેટલાક યુવાનો બે થાર કાર લઈને રંધ બંદરના દરિયાકાંઠે પહોંચ્યા હતા. આ દરમિયાન સ્ટંટ કરવાની લ્હાયમાં બંને કાર દરિયાના ઊંડા પાણીમાં ફસાઈ હતી.

બે થાર ઊંડા દરિયામાં ફસાઈ

બંને કાર તોફાની દરિયાના ફસાઈ હતી. ગામલોકોની મદદથી બંને કાર બહાર કઢાઈ હતી. બંને કારને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવી પડી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે લાલ કારનું એન્જિન ફેઈલ થઈ ગયું.

પોલીસે ગુનો નોંધીને બંને કાર કરી ડિટેઈન

આ ઘટનાનો વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયા પર પ્રસરી ગયો હતો. જે વીડિયો પોલીસને મળતા કાર્યવાહી કરી હતી. પોલીસે બંને કારચાલકો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને બંને કાર ડિટેઈન કરવાની તાજવીજ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, 'બે યુવકોએ રંધ બંદરે બીચ પર અન્યોના જીવ જોખમમાં મૂકીને કાર સ્ટંટ કર્યા હતા. જેમાં બને કાર દરિયાના ઊંડા પાણીમાં ફસાઈ ગઈ હતી.' પોલીસના ધ્યાને મામલો આવતા મુંદ્રા મરીન પોલીસે તપાસ હાથ ધરીને બંનેના કાર માલિક વિરૂદ્ધ ઈપીકો કલમ 279, 114 અને મોટર વ્હિકલ એક્ટની કલમ 177, 184 હેઠળ ગુનો દાખલ કર્યો છે. 

    follow whatsapp