TET, TAT Pass Candidates Protest: સરકારી નોકરીને લઈ આટલા-આટલા આંદોલનો થયા, છતાં ઉમેદવારો તો ત્યાંના ત્યાં જ 'રસ્તા' પર!

Gujarat Tak

19 Jun 2024 (अपडेटेड: Jun 19 2024 6:04 PM)

TET, TAT candidates hold protest: ટેટ-ટાટ પાસ ઉમેદવારોનો સરકાર સામે વિરોધ છે કે જ્ઞાનસહાયકની ભરતીની જગ્યાએ કાયમી ભરતી કરવામાં આવે.

TET, TAT Pass Candidates

TET, TAT Pass Candidates

follow google news

TET, TAT candidates hold protest: ગાંધીનગરમાં કોઈને ઢસડીને લઈ જવામાં આવ્યા તો કોઈને ખેંચવામાં આવ્યા, તેમાં પણ કોઈ છોકરા હોય કે છોકરી એનો પણ ખ્યાલ કરવા ન આવ્યો, તમને વાંચતાં તો એવું લાગશે કે તે કોઈ આતંકવાદી હશે. પરંતુ ના, તે કોઈ આતંકી નહીં પણ ભાવિ શિક્ષકો છે અને પોતાનો હક માગવા તેમણે રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. આમ તો છ મહિનાથી પરંતુ ગઇકાલેથી આશરે 2000 વિધાર્થીઓ ગાંધીનગર શાંતિપૂર્ણ આંદોલન માટે એકઠા થયા અને સચિવાલય ખાતે પોતાની રજૂઆત કરવા પહોંચ્યા પણ એટલામાં જ નિષ્ઠુર રીતે પોલીસ દ્વારા તમામ વિધાર્થીઓને અટકાયત કરી ગામની બહાર છોડી દેવમાં આવ્યા. આજે પણ આંદોલન યથવાત છે અને ગાંધીનગર ખાતે ફરી વિધાર્થીની અટકાયત કરતાં દ્રશ્યો સામે આવ્યા હતા.

ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં કેમ દેખાયો આટલો રોષ


ટેટ-ટાટ પાસ ઉમેદવારોનો સરકાર સામે વિરોધ છે કે જ્ઞાનસહાયકની ભરતીની જગ્યાએ કાયમી ભરતી કરવામાં આવે. શિક્ષકોની ભરતી હંગામી હશે તો વિદ્યાર્થીને ગુણવત્તાસભર શિક્ષણ કેવી રીતે મળી શકે તે પણ એક સવાલ છે?  પ્રવાસી શિક્ષકોનું ગતકડું કરતા ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં ભારે રોષ જોવા મડી રહ્યો છે. એવા મોટો સવાલ એ પણ છે કે સરકાર ભરતી નહિ કરતા ઉમેદવારની વય મર્યાદા પૂર્ણતાના આરે છે. આ ઉમેદવારો માત્રને માત્ર રજુઆત કરવા માટે આવ્યા હતા છતાં તેમની સાથે એક પોલીસ દ્વારા ગેરવર્તન થયેલ જોવા મળ્યું હતું.

ભાવિ શિક્ષકોનો સરકારને સવાલ?

1.TET અને TAT પરીક્ષા પાસ ઉમેદવારોની સત્વરે કાયમી ભરતી આપવામાં આવે
2.રાજ્યમાં 70 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે, તો પણ કેમ ભરતી નથી થતી
3.જ્ઞાનસહાયક યોજના રદ કરી TET/TAT પાસ કરેલ ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં આવે
4.છ મહિનાથી આંદોલન ચાલે છે પણ શિક્ષણ મંત્રી કે શિક્ષણ સચિવ કોઈ ભરતી બાબતે જવાબ આપતું નથી
5.પરીક્ષા પાસ કરી હોવા છતાં કેમ કાયમી ભરતી માટે આંદોલન કરવું પડે છે
6.લોકસભા ચૂંટણી પહેલા શિક્ષણ મંત્રીએ જૂનમાં ભરતીની જાહેર કરવા અંગે કહ્યું હતું પણ હજુ સુધી કોઈ જાહેર કરવામાં આવી નથી  
7.વારંવાર સરકાર હૈયાધારણા આપે છે પણ ભરતી કેમ નથી કરતાં?
8.એક લાખ 38 હજાર વિધાર્થીઓએ પાસ કરી છે ટેટ-ટાટાની પરીક્ષા પણ છતાં સરકાર નથી કરી રહી ભરતી
9.6 વર્ષે પરીક્ષા લીધી છે અને એમાં પણ કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે એટલા માટે કાયમી શિક્ષક ભરતીની માગ

સરકારને પણ કેટલાક સવાલ? 

  • ભાવિ શિક્ષકોને પોલીસ રોડ પર ઢસડે તે ક્યાંનો ન્યાય?
  • ભાવિ શિક્ષકોએ નોકરી માટે રસ્તા પર ઉતરવું પડે તે કેટલું યોગ્ય?
  • ભાવિ શિક્ષકો સાથે પોલીસનું આવું વર્તન કેટલું યોગ્ય?
  • કેમ નથી કરાતી કાયમી ભરતી?

 

    follow whatsapp