ગાંધીનગર: શિક્ષણ જગતમાં જોડાવા માટે TET 1-2ની પરીક્ષા આપવી ફરજિયાત છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા ટેટ-1 અને 2 પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે. જે મુજબ ટેટ-1ની પરીક્ષા આગામી 16 અપ્રિલના રોજ લેવાશે, જ્યારે ટેટ-2ની પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજાશે.
ADVERTISEMENT
5 ડિસેમ્બર સુધી ભરાય હતા ફોર્મ
શિક્ષક બનવા 2,72,000 પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. શિક્ષણ વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનામાં TET પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. TET-1 અને TET-2 માટે 21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી અને 5 ડિસેમ્બર સુધી ફોર્મ ભરાયા હતા. ત્યારે હવે આ પરીક્ષાની તારીખો પણ સત્તાવાર શિક્ષણ મંત્રી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે.
TET-2 માટે 2 લાખ 72 હજાર ઉમેદવારો
TET-1ની પરીક્ષા 16 એપ્રિલે લેવાશે, જેમાં અંદાજે 87 હજાર ઉમેદવાર પરીક્ષા આપશે. જ્યારે 23 એપ્રિલે યોજાનારી TET-2ની પરીક્ષામાં 2,72,000 જેટલા ઉમેદવારો હાજર રહેશે તેવી સંભાવના છે . ત્યારે શિક્ષક બનવા માટે છેલ્લે વર્ષ 2018માં પરીક્ષા લેવામાં આવી હતી. જોકે ત્યારબાદ કોઇ પરીક્ષા યોજાઇ નથી.
આ પણ વાંચો: Kutch: આ તે કેવો વિકાસ? રોડ બનાવવાનાં પૈસા ચૂકવાઈ ગયા પણ રોડ ન બન્યો
જાણો શું કહ્યું શિક્ષણ મંત્રીએ
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ અને TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે ૮૭ હજાર અને TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર )
ADVERTISEMENT