નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના રાજૌરીના ડાંગરી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. જ્યારે સાત લોકો ઘાયલ પણ હોવાનું સામે આવી રહ્યું છે. ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે. પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઘાયલોના શરીર પર ગોળીના અનેક નિશાન જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી
હુમલામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે ઓછામાં ઓછા 7 લોકોના શરીર પર ગોળીઓ વાગી હોવાની પ્રાથમિક માહિતી છે. જો કે કોઇ ગંભીર રીતે ઘાયલ નથી. તમામની સારવાર નજીકની હોસ્પિટલમાં ચાલી રહી છે. શ્રીનગરમાં રવિવારે આતંકવાદીઓએ સીઆરપીએફના બંકર પર ગ્રેનેડ ફેંક્યો હતો. જે રસ્તા પર ફૂટતા એક નાગરિક ઘાયલ થયો હતો. આતંકવાદીઓએ સાંજે 7:45 વાગ્યાની આસપાસ મિર્ઝા કામિલ ચોક પાસે સીઆરપીએફના બંકર તરફ ગ્રેનેડ ફેંક્યો હતો. જે રસ્તા પર વિસ્ફોટ થયો હતો.
જમ્મુ કાશ્મીરના સાંબામાં જુનુ તોપખાનાનું શેલ મળી આવ્યું
પોલીસે જણાવ્યું હતું કે, રવિવારે જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં એક રેલવે લાઇન નજીક એક જૂનું તોપખાનાનું શેલ પણ મળી આવ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સાંબા રેલવે સ્ટેશન નજીક કાલી બારી ખાતે રેલવે લાઇનથી લગભગ 150 મીટરના અંતરે આ શેલ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT