અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને વિવિધ સંગઠનો અને સમાજ પોતાની માંગને લઈ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. માલધારી સમાજ પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. માલધારી સમાજ દ્વારા વિવિધ માંગોને લઇને ગુજરાત સરકાર વિરૂદ્ધ લડત આપી રહી છે. ત્યારે પોતાની માંગને પ્રબળ કરવા તેમજ સરકાર સુધી અવાજ પહોંચાડવા આજે રાજ્યના અનેક પ્રાંતોમાં માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણ બંધ રાખી વિરોધ કરવાનું નક્કી કરાયું છે આજે માલધારીઓએ દૂધ વિતરણની એક દિવસીય હડતાળ રાખી છે. આ હડતાળના નામે તોફાની તત્વો બેફામ બન્યા છે. સુરતમાં સુમુલ ડેરીની ગાડીને લૂટવાનો પ્રયાસ કર્યો છે અને દૂધની કોથળી તાપી નદીમાં ફેકવામાં આવી છે.
ADVERTISEMENT
સરકાર સામે માલધારી સમાજ લડત આપવાના મૂડમાં છે અને આજે 1 દિવસ માલધારી સમાજે દૂધ હડતાળ પાલવાનું એલાન કર્યું છે. આ હડતાળને લઈને સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. હડતાળના નામે આતંક મચાવી રહ્યા છે. સુરતમાં સુમૂલ ડેરીની ગાડી પર હુમલા થવાની ઘટના સામે આવી છે. અસામાજિક તત્વોએ સુમુલ વાનની ગાડીને રોકી અને નુકશાન પહોંચાડ્યું છે તથા દૂધને લૂંટવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત દૂધની કોથળીને તાપી નદીમાં ફેકી દેવામાં આવી છે. હડતાળના આમે આતંક મચાવતા લોકોનો એ દૂધના વાહનોને લૂટવાનો પ્રયાસ કર્યો છે.
સુરત: અસામાજિક તત્વોએ દૂધનો ટેમ્પો પકડીને તાપી નદીમાં દૂધની થેલીઓ ફેંકી દીધી#Surat pic.twitter.com/1tMA29vToq
— Gujarat Tak (@GujaratTak) September 21, 2022
દૂધનો પૂરતો સ્ટોક
બજેટ સત્રમાં ગુજરાત રાજ્યમાં ઢોર નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો હતો આ ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં સતત સરકાર સાથે વાતચીત ચાલી રહી હતી ત્યારે હવે માલધારી સમાજે આજે દૂધ વિતરણ બંધ રાખવાની જાહેરાત કરી છે. ત્યારે સુરતમાં દૂધનું વિતરણ સદંતર બંધ રહેશે તેવી અફવા ફેલાતા શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોએ દૂધ ખરીદવા રીતસરની પડાપડી કરી હતી. દુકાનો અને સુમુલ ડેરીના કાઉન્ટરો પર લાંબી લાંબી કતાર લાગી જવા પામી હતી. ત્યારે સુમુલ ડેરી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સુરત શહેર-જિલ્લાના તમામ વિસ્તારોમાં રાબેત મુજબ દૂધનું વેચાણ ચાલુ રહેશે. સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે દૂધ વેચાણ બંધ હોવાની વાતને ફગાવતા કહ્યું, લોકોને દરેક સેન્ટર પરથી પર્યાપ્ત માત્રામાં દૂધનો જથ્થો મળી રહેશે. માત્ર માલધારીઓ દ્વારા છૂટક દૂધ વેચાણ બંધ રહેશે. શહેરીજનોને દૂધની અછત બાબતે ચિંતા ન કરવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT