સુરતઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. તેવામાં ગોડાદરા વિસ્તારમાં એક ટેમ્પો અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન એક્ટિવા પર પિતા અને પુત્રી જઈ રહ્યા હતા જેને ટેમ્પોએ ટક્કર મારી દીધી હતી. આ દરમિયાન એક્ટિવાચાલકને એવી ટક્કર મારી કે તેઓ જમીન પર પટકાઈ ગયા હતા. જેના કારણે દીકરીના સામે જ પિતાએ અંતિમ શ્વાસ લેતા કરુણાંતિકા સર્જાઈ હતી.
ADVERTISEMENT
અકસ્માત દરમિયાન પુત્રી ઈજાગ્રસ્ત
એક્ટિવાચાલક અને ટેમ્પા વચ્ચેની ટક્કરથી આસપાસના લોકો તાત્કાલિક ભેગા થઈ ગયા હતા. જોકે આ દરમિયાન ગણતરીની સેકન્ડોમાં એક પરિવારે પોતાનો આધારસ્તંભ ગુમાવી દીધો. એક્ટિવાચાલક ગોપાલભાઈને એટલી ગંભીર ઈજા પહોંચી કે તેમને ઘટનાસ્થળે જ જીવ ત્યાગી દીધો હતો. જોકે આ દરમિયાન તેમની સાથે સવારી કરી રહેલી દીકરીને નાની-મોટી ઈજા પહોંચી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
આ ગંભીર અકસ્માતના પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેના પગલે તેમને સૌથી પહેલા ગોપાલભાઈ અને તેમની દીકરીને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારપચી ટેમ્પા ચાલક સામે પણ તેમણે આકરા પગલા ભર્યા હતા. તેનો ટેમ્પો જપ્ત કરીને ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી હતી. જોકે આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી દીધી છે.
ADVERTISEMENT