નવસારી: હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં એકબાજુ મહાદેવના મંદિરમાં ભક્તોની ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. આ વચ્ચે નવસારીમાં આવેલા મહાદેવના મંદિરમાં કપડાને લઈને એક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નવસારીના બીલીમોરામાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં ટૂંકા વસ્ત્રો પહેરીને ભક્તોએ મંદિરમાં ન આવવા માટે કહેવાયું છે.
ADVERTISEMENT
બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા નોટિસ મુજબ, સોમનાથ મહાદેવ મંદિર સંકુલમાં દર્શન માટે આવતા દરેક ભાઈઓ-બહેનોને વિનંતી કરવામાં આવે છે કે, ટુંકા વસ્ત્રો જેવા કે બરમૂડા, હાફ પેન્ટ, સ્કટ અને સ્લીવલેશ જેવા ટૂંકા કપડા અથવા વસ્ત્રો પહેરીને મંદિર સંકુલમાં દાખલ થવું નહીં. ખાસ છે કે હાલ શ્રાવણ માસ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના મંદિરમાં દર્શન કરવા માટે આવતા હોય છે.
આ પહેલા દ્વારકા મંદિર અને ડાકોરના રણછોડરાય મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ ગળતેશ્વર મહાદેવ મંદિરમાં પણ પ્રકારનો નિર્ણય લઈને દર્શનાર્થીઓના ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT