હસમુખ પટેલ.સાબરકાંઠાઃ છેલ્લા કેટલાય સમયથી વિવિધ પડતર માંગણીઓ ન સંતોષાતા આજે શિક્ષકો દ્વારા સાબરકાંઠાના ઇડર ખાતે ધરણા પ્રદર્શન યોજાયા હતા. તેમજ આગામી સમયમાં કોઈ ચોક્કસ પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઇ છે.
ADVERTISEMENT
પોરબંદરમાં રાષ્ટ્રગીત-રાષ્ટ્રધ્વજને લઈને ઓડિયો વાઈરલ થઈ, મૌલવીના ફતવા સામે 3 યુવકોનો આપઘાતનો પ્રયાસ
શિક્ષકોની રેગ્યુલર ભરતી સહિતના મુદ્દાઓ પર આંદોલન
સાબરકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આજે શિક્ષકોની વિવિધ પડતર માંગણીઓને લઈ ઈડર તિરંગા સર્કલ ખાતે ધરણા પ્રદર્શન સાથે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર સાથે છેલ્લા કેટલાક સમયથી વિવિધ પડતર માગણીઓનો ઉકેલ ના આવતા આજે ઇડર ખાતે પ્રાથમિક, ઉચ્ચતર તેમજ માધ્યમિક શાળાના આચાર્ય સહિત શિક્ષકો દ્વારા મૌન ધરણાં પ્રદર્શન કર્યા હતા. જોકે આવનાર દિવસોમાં વિવિધ પડતર માગણીઓને સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. જોકે શિક્ષણનો પાઠ ભણાવતા શિક્ષકોએ મૌન ધરણા પ્રદર્શન કર્યા. ત્યારે એક તરફ રાજ્ય સરકાર સહિત દિલ્હી ખાતે પણ વિરોધ તેમજ ધારણા પ્રદર્શન યોજાઈ રહે છે ત્યારે ઈડર સહિત ગાંધીનગરની રાજ્ય સરકાર સામે શિક્ષકોની રેગ્યુલર ભરતી કરવા સહિત ક્લાર્ક અને સેવકની ભરતી કરવા મામલે ઉગ્ર આંદોલન થઈ રહ્યું છે.
ADVERTISEMENT