અમદાવાદમાં 3 વ્યાજખોરોના ત્રાસથી શિક્ષકનો આપઘાત, અઠવાડિયા પહેલા મોટાભાઈએ ઝેરી દવા પીધી હતી

અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી 27 વર્ષના શિક્ષકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક શિક્ષકના મોટા ભાઈએ વ્યાજખોરો પાસેથી પૈસા લીધા…

gujarattak
follow google news

અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી 27 વર્ષના શિક્ષકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક શિક્ષકના મોટા ભાઈએ વ્યાજખોરો પાસેથી પૈસા લીધા હતા. જેનું 14 લાખ રૂપિયા વ્યાજ ચૂકવી દીધું હતું. તેમ છતાં વ્યાજખોરોનો ત્રાસ બંધ થતો નહોતો. આથી કંટાળીને યુવકે વહેલી સવારે 5 વાગ્યે રસોડામાં ફાંસો ખાઈ લીધો. મૃતક શિક્ષક પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં પોલીસ તેમની ફરિયાદ ન લખતી હોવાનો આક્ષેપ કરાયો છે.

શિક્ષકના ભાઈએ 5.50 લાખ વ્યાજે લીધા હતા
વિગતો મુજબ, ઓઢવના ગોકુલનગરમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા સુબ્રોતો પાલે પોતાના ઘરમાં ફાંસો ખાઈ લીધો. સુબ્રતોએ હિન્દીમાં લખેલી સુસાઈડ નોટ પણ મળી છે. જેમાં તે ત્રણ વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. ખાસ વાત છે કે શિક્ષકના મોટા ભાઈએ 5.50 લાખ યશપાલસિંહ, હર્ષિલ મિશ્રા અને અમરસહિં ચૌહાણ પાસેથી વ્યાજે લીધા હતા. જેની સામે 14 લાખ વ્યાજ આપ્યું છતાં વ્યાજખોરો અવારનવાર પરિવારને હેરાન કરતા અને મોટાભાઈને ઘરની બહાર બોલાવીને મારતા હતા.

પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ
જેનાથી કંટાળીને મૃતક સુબ્રોતોના ભાઈએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને સમયસર હોસ્પિટલ પહોંચાડી દેતા જીવ બચી ગયો હતો. આપઘાતના પ્રયાસ છતાં પોલીસ ફરિયાદ લેવા આવતી નહોતી અને માત્ર કાગળ પર લખાણ લખીને જતી રહી હતી. વ્યાજખોરો પણ કહેતા કે નિકોલના PI તેમના સંબંધી છે, એટલે તેમની સામે કોઈ પગલાં નહીં લેવાય. ત્યારે વ્યાજખોરો અને પોલીસની કાર્યવાહીથી થાકેલા શિક્ષકે સવારમાં ઘરમાં જ ફાંસો ખાઈ લીધો હતો. તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે વ્યાજખોરો સામે પૂરતા પુરાવા ન હોવાના કારણે તેઓ તેમની વિરુદ્ધ કાર્યવાહી નહોતા કરી શક્યા.

    follow whatsapp