વડોદરા: સુરતનું તક્ષશિલા આગ કાંડ હજુ ભુલાયું નથી ત્યાં વધુ એક ટ્યુશન કલાસિસમાં આગની ઘટના સામે આવી છે. વડોદરામાં ટ્યુશન ક્લાસમાં આગ લાગી જ્યારે આગની ઘટનાથી અફરાતફરી મચી છે. ચાણક્યપુરી કોમ્પલેક્સના ત્રીજા માળે આગ લાગી છે. બંધ ક્લાસમાં આગ લાગી જ્યારે બાજુમાં જ ટ્યૂશન ક્લાસ ચાલતો હતો. આગને પગલે વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
ADVERTISEMENT
રાજ્યભરમાં ટ્યુશનના હાટડા ધમધમી રહ્યા છે. આ દરમિયાન ફરી એક વખત સુરત તક્ષશિલા કાંડની યાદ અપાવતી ઘટના સામે આવી છે.આજે વડોદરામાં તક્ષશિલા કાંડ બનતા બનતા બચ્યો છે. વડોદરામાં સુભાનપુરા હાઇટેન્શન ચાર રસ્તા વિસ્તારમાં ટ્યૂશન ક્લાસની બાજુમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાં ધૂમાડાં નીકળતાં દોડધામ મચી હતી.
આગ પર મેળવાયો કાબૂ
એક ક્લાસમાં આગ લાગી ત્યારે આગ લાગેલા ક્લાસની બાજુમાં જ ટ્યૂશન ક્લાસ ચાલી રહ્યો હતો. આ ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. ઘટનાને પગલે તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો . ટ્યૂશન ક્લાસમાં ફાયર સેફ્ટી હતી કે નહીં? તે મામલે પણ સવાલ ઊભા થઇ રહ્યા છે. જ્યારે ACમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવે છે.
બંધ ક્લાસમાં આગ લાગી
જે ક્લાસમાં આગ લાગી હતી કે તે ક્લાસ છેલ્લા છ મહિનાથી બંધ હતો. ત્યારે બંધ ક્લાસીસમાં ગરમીને કારણે એસીમાં શોર્ટસર્કિટ થઈ હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. જ્યારે આ ક્લાસની બાજુમાં જ ટ્યૂશન ક્લાસ ચાલી રહ્યો હતો. આગની ઘટનાથી તમામ વિદ્યાર્થીઓ કોમ્પ્લેક્ષમાંથી નીચે ઉતરી ગયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. હાલ ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT