અમદાવાદઃ ગુજરાતમાં બે ચર્ચાસ્પદ બનેલા અકસ્માતોએ ઘણા પરિવારોના નસીબમાં લાંબા સમય સુધીના આંસુઓ લખી દીધા. હાલમાં જ તથ્ય પટેલે જેગુઆર કારને 142.50ની સ્પીડમાં દોડાવી 10 લોકોની જીંદગી છીનવી લીધી, 10 પરિવારોને શોકમય કરી દીધા ત્યારે આજે તથ્યને કોર્ટે રિમાન્ડ પુરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી જેલ હવાલે કર્યો છે. ત્યારે બીજી બાજુ આવા જ અન્ય એક 2013થી ચર્ચામાં રહેલા BMW Accidentમાં સજા કાપી રહેલા વિસ્મય શાહની સજા પુરી થતા તેને જેલમુક્ત કરવામાં આવ્યો છે. વિસ્મય શાહને આ કેસમાં પાંચ વર્ષની જેલની સજા ફટકારાઈ હતી. ગયા અઠવાડિયે જ તેની સજા પારુ થઈ હતી. તેની સામે હિટ એન્ડ રનના કેસમાં તેને કોર્ટે સજા ફટકારી હતી. વિસ્મય શાહ પણ ધનાઢ્ય પરિવારમાંથી આવે છે.
ADVERTISEMENT
રુપિયાથી ન્યાય ના ખરીદી શકાયઃ સુપ્રીમ
ધનાઢ્ય પરિવારના વધુ એક નબીરાની વાત છે, જેમાં વિસ્મય શાહને 2013માં અમદાવાદના જજિસ બંગલો વિસ્તારમાં બે યુવાનોને બીએમડબ્લ્યૂથી ફંગોળી નાખવાના કેસમાં સજા થઈ હતી. તે યુવાનોને ઉડાવી દીધા પછી રાતોરાજ ગાયબ થઈ ગયો હતો. કેસમાં મૃતકોના ખાસ મિત્રો પણ ફરી ગયા હોવાનું સામે આવ્યું હતું. કોર્ટે તેને પાંચ વર્ષની સજા કરી તે પહેલા તે 13 મહિના જેલમાં રહ્યો હતો. જોકે તે પછી મૃતક રાહુલ અને શિવમના પરિવારોએ 3 કરોડ રૂપિયામાં સમાધાન કર્યું હતું અને હાઈકોર્ટમાં અપીલ કરી હતી જેનો મૃતકના પરિવારોએ વિરોધ કર્યો ન્હોતો. પણ હાઈકોર્ટે વિસ્મયને રાહત આપવાનો ઈન્કાર કરી દેતા તેની 5 વર્ષની સજાને યોગ્ય ઠેરવી હતી. તે પછી વિસ્મય છેક સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો, પણ ત્યાં પણ કોર્ટે તેને રૂપિયા ખર્ચી ન્યાય ના ખરીદી શકાય તેવી ટકોર સાથે રાહત આપી ન્હોતી અને સજાને યોગ્ય ઠેરવતા વિસ્મયનો જેલવાસ નિશ્ચિત થયો હતો. વિસ્મય 2020માં પોતાની બાકી સજા પુરી કરવા સાબરમતી જેલમાં સરેન્ડર થયો હતો.
સુરતમાં પણ થયો કરુણ અકસ્માતઃ 3 માસુમ વિદ્યાર્થીઓના ગયા જીવ
બે દિવસ પછી કર્યું હતું સરેન્ડર
25 ફેબ્રુઆરી 2013ની ઘટના હતી જેમાં BMWની સ્પીડ 100થી વધારે હતી અને જજીસ બંગલો રોડ પર મોડી રાત્રે શિવમ દવે અને રાહુલ પટેલ નામના બે યુવાનોને ફંગોળી નાખ્યા હતા. શિવમનું સથળ પર જ મોત થયું હતું જ્યારે રાહુલનું બીજા દિવસે મૃત્યુ થયું હતું. આ વખતે પણ સવાલો થયા હતા કે વિસ્મય નશામાં હતો કે કેમ, તેની સાથે કારમાં કોઈ બીજું હતું કે કેમ જોકે વિસ્મય અકસ્માત પછી ફરાર થઈ ગયો હતો અને બે દિવસ પછી વસ્ત્રાપુર પોલીસ સામે તેણે સરેન્ડર કર્યું હતું. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા જે ઘણા ચોંકાવનારા હતા. બે દિવસ પછી વિસ્મય પોલીસ સામે હાજર થયો હતો જેથી તે નશામાં હતો કે કેમ તેનો સચોટ કોયડો ઉકેલાઈ શક્યો ન્હોતો.
વિસ્મયના પિતા સામે પણ ગુનો
વિસ્મયના પિતા ડો. અમિત શાહ પણ ઘણા વગદાર હતા. જોકે પોલીસે આ કેસમાં ખોટી માહિતી આપવા અને આરોપીને બચાવવાના પ્રયાસમાં વિસ્મયના પિતા સામે પણ કેસ નોંધ્યો હતો. તેના પિતાએ પોલીસને કહ્યું હતું કે કાર વિસ્મય ન્હોતો ચલાવી રહ્યો. જોકે વિસ્મય પોલીસના સકંજામાં આવ્યા પછી તેના પિતાની પરેશાનીઓ વધી હતી. અમિત શાહ પણ રાતોરાત ગાયબ થઈ ગયા હતા. તે નેપાળથી દુબઈ ભાગી ગયા હતા. મુંબઈમાં તે સમયે અમિત શાહ સામે પણ કરોડોની છેતરપીંડીનો મામલો સામે આવ્યો હતો.
કારમાં વિસ્મય હતો તે સાબિત કરવું મુશ્કેલ હતું
વિસ્મયના કેસમાં વિસ્મય કાર ચલાવતો હતો કે કેમ તે સાબિત કરવું ઘણું મુશ્કેલ હતું. મૃતકોના બે મિત્રો આ કેસમાં સાક્ષી હતા. જોકે કોર્ટમાં તેમણે પોતાનું નિવેદન ફેરવી નાખ્યું હતું જ્યારે મિતેષ શાહ નામના એક સાક્ષીએ આખરી સમય સુધી પોતાનું નિવેદન ફેરવ્યું ન્હોતું. જેમાં વિસ્મયે જજીસ બંગલો ક્રોસ રોડ નજીક મિતેષની કારને પણ ટક્કર મારી હતી. અકસ્માત પછી બે લોકો સાથે જપાજપી કરી હતી. આ કેસના સાક્ષીમાં દિનેશ ચૌધરી અને લલિત ગુપ્તા પણ હતા જેમણે વિસ્મયને કોર્ટમાં ઓળખવાથી ઈન્કાર કર્યો હતો. જોકે મિતેષે છેક સુધી પોતાના નિવેદન પર અડગ રહેતા આખરે વિસ્મય પર સકંજો કસાયો હતો.
ADVERTISEMENT