સંજયસિંહ રાઠોડ.સુરતઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા માર્ગ અકસ્માત બાદ પોલીસ દ્વારા સમગ્ર ગુજરાતમાં વાહન ચેકિંગ માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જોકે કેટલાક વિસ્તારોમાં આ ટ્રાફિકના નિયમોના પાલનને લઈને પોલીસ સ્ટાફ દ્વારા કનડગત થતી હોવાની પણ ઘટનાઓ છૂટી છવાઈ સાંભવા મળી રહી છે. આવી ઘટનાઓથી પોલીસ પોતાની જ કામગીરી પર દાગ લગાવતી જાય છે. જોકે સામાન્ય જનતા સાથે નિયમો તૂટ્યા વગર કામ કરાવી લેવું પણ એક આવડત હોઈ શકે છે, જે સક્ષમ અધિકારીઓ કરી શકે તેમ છે. આવી જ સક્ષમતાથી ટ્રાફિક અને સુરત પોલીસ પણ લોકો સાથે વર્તન કરે તેની પણ ઘણી વખત માગ ઉઠી ચુકી છે. પરંતુ અહીં તો એવી ઘટના બની ગઈ કે યુવકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, એક પરિવારને પોતાનું સંતાન ગુમાવવું પડ્યું છે. આ વ્યક્તિ ત્રણ સવારી વાહન ચલાવતા પોલીસે અટકાવ્યો ત્યારે ભાગ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જોકે પરિવારનો આક્ષેપ પોલીસ પર થઈ રહ્યો છે. પોલીસનું કહેવું છે કે જે ઘટના બની તે અકસ્માતે બની અને સામે લોકોનું કહેવું છે કે પોલીસે કહેલી વાત ખોટી છે.
ADVERTISEMENT
પોલીસે કહ્યું કે દીવાલ ભટકાઈ અને મૃત્યુ થયું
સુરતમાં ચાલી રહેલી ટ્રાફિક ડ્રાઈવના ભાગ રૂપે સુરતની સારોલી પોલીસ પણ ગુરુવારે રાત્રે વાહનોનું ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન 3 લોકો બાઇક પર જઇ રહ્યા હતા, જેમને પોલીસે અટકાવ્યા હતા. બાઇક પર સવાર 3 લોકોમાંથી એક વ્યક્તિ પોલીસના ડરથી નીચે ઉતરીને ભાગી ગયો હતો, જ્યારે પોલીસે બે લોકોને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. સુરતના સારોલી પોલીસ સ્ટેશનમાં સંદીપ વેકરિયા નામના યુવકનું મોત થયું હતું. જેના માટે મૃતકના પરિવારજનો પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. મૃતકના સંબંધી ભરતભાઈએ જણાવ્યું હતું કે, પોલીસે તેમને કહ્યું હતું કે દીવાલ સાથે માથું અથડાવાથી તેમનું મૃત્યુ થયું છે, પરંતુ તેઓ પોલીસ સ્ટેશન ગયા અને જોયું કે જ્યાં તેનું માથું અથડાયું હતું ત્યાં દીવાળી જ નહોતી. ત્યાં એક પ્લાય પાર્ટીશન હતું. જેમાં માથું મારવાથી કોઈને ઈજા થઈ શકે નહીં.
‘રાજ્યની સરકારે દલિતોની હત્યાનો છૂટો દૌર આપ્યો છે’- અમરેલી હત્યાને લઈ જીગ્નેશ મેવાણી લાલઘૂમ
સંદીપ બેકરિયાના મોત અંગે સુરત પોલીસ ડીસીપી ભક્તિ ઠાકર કહે છે કે સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન ટ્રીપલ રાઈડ માટે જઈ રહેલા બાઇક ચાલકોને પોલીસે અટકાવ્યા હતા. જેમાંથી એક ભાગી ગયો હતો. સંદીપ બેકરિયા પોલીસ સ્ટેશનમાં ચક્કર આવવાથી પડી ગયો હતો. તરત જ પોલીસ તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક સંદીપનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને મામલાની તપાસ ACP સ્તરના અધિકારીને સોંપવામાં આવી છે. ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે મૃતકની બાઇકમાંથી કોરેક્સ સિરપની બોટલ પણ મળી આવી છે.
ADVERTISEMENT