તથ્ય પટેલ અને પ્રજ્ઞેશને કોર્ટમાં કરાયા રજૂઃ એકને મળી રાહત તો બીજાને લાગ્યો ઝટકો, જાણો શું થયું

અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ (Iscon bridge accident) પર જેગુઆર કાર પુર ઝડપે હંકારી 9 લોકોના જીવ લેવાની ઘટનામાં હાલમાં કોર્ટ ટ્રાયલ દરમિયાન તથ્ય પટેલ (Tathya…

gujarattak
follow google news

અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ (Iscon bridge accident) પર જેગુઆર કાર પુર ઝડપે હંકારી 9 લોકોના જીવ લેવાની ઘટનામાં હાલમાં કોર્ટ ટ્રાયલ દરમિયાન તથ્ય પટેલ (Tathya Patel)ને કોર્ટમાં રજૂ કરાયો હતો. હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ (Pragnesh Patel)છે. બંને બાપ બેટાને આજે કોર્ટમાં અરજી અંગે કરવામાં આવી હતી કે પોતાને જેલમાં ઘરનું ભોજન મળે. કોર્ટે જોકે તથ્ય પટેલની અરજીનો અસ્વીકાર કર્યો છે અને અરજી ફગાવી દીધી છે. માટે હવે તથ્યને કોર્ટના આદેશ વગર જેલનું જ ભોજન મળશે.

અમરમણિ ત્રિપાઠી જેવા માફિયા કેમ બન્યા યોગીની મજબુરી? બ્રહ્મ સમાજને મનાવવો મોટો પડકાર

પ્રજ્ઞેશ પટેલને શું મળી રાહત

તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ હાલ જેલની હવા ખાઈ રહ્યા છે. દરમિયાન પ્રજ્ઞેશે પણ ઘરનું ટિફિન જમવા મળે તેને લઈને કોર્ટ સામે વિનંતિ કરી હતી. જોકે મેડિકલ ગ્રાઉન્ડ્સને ધ્યાનમાં રાખીને કોર્ટે પ્રજ્ઞેશની આ વિનંતિનો સ્વિકાર કર્યો હતો અને હવે પ્રજ્ઞેશને ઘરનું ભોજન મળશે. આ કેસમાં અન્ય એક અરજ એવી હતી કે તે બંનેને પોતાના વકીલોને મળવા દેવાતા નથી તો કોર્ટે જેલના સુપ્રિટેન્ડેન્ટને આદેશ કર્યો છે કે નિયમો પ્રમાણે જ કામગીરી થવી જોઈએ અને વકીલોને મળવા દેવાનો નિર્દેશ કર્યો છે. આ સુનાવણી દરમિયાન જેલ સુપ્રિટેન્ડેન્ટ પણ હાજર હતા.

    follow whatsapp