અમદાવાદઃ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સાબરમતી જેલથી ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ ઉપરાંત તેના પિતા પ્રજ્ઞેશ પટેલને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે ગુરુવારે હાજર કરાયા હતા. અમદાવાદની કોર્ટે તથ્યના પિતા પ્રજ્ઞેશને વકીલ રોક્યા છે કે નહીં? તે અંગે પૃચ્છા કરાઈ હતી. જેમાં તેણે સોમનાથ વત્સનના આસિસ્ટન્ટ ઝીલ શાહનું નામ આપ્યું હતું.
ADVERTISEMENT
બેફામ કાર હંકારી 9 લોકોના ભોગ લીધા હતા
કોર્ટમાં તથ્ય અને તેના પિતાને આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે તથ્ય પટેલે પોતાની જેગુઆર કાર બેફામ રીતે હંકારી અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 20 લોકોને ફંગોળી નાખ્યા હતા જેમાંથી 9 વ્યક્તિના કરુણ મૃત્યુ થયા હતા. આ મામલામાં પોલીસે તથ્ય સામે ગુનો નોંધ્યો હતો અને તેના પિતા સામે જે તે સમયે અકસ્માતના સ્થળ પર લોકોને ધમકાવી પોતાના પુત્રને ત્યાંથી લઈ જવાના મામલે પણ ગુનો નોંધ્યો હતો. બંને આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
વલસાડમાં કોંગ્રેસના કાર્યક્રમમમાં મીડિયા અને કાર્યકરો વચ્ચે બબાલ, મીડિયાકર્મીને લાત મારી
સેશન્સ કેસની આવતીકાલથી સુનાવણી
કોર્ટે હાલમાં તેમની જામીન અરજી પર સુનાવણી હાથ ધરી હતી. દરમિયાન કોર્ટે બંને આરોપીને હવે આવતીકાલથી શરૂ થતી સુનાવણીમાં રુબરુ હાજર કરવા આદેશ કર્યો છે. આજે રેગ્યુલર જામીન માટેની અરજી જે તેમણે અગાઉ કરી હતી તેમાં કોર્ટે તમામ પક્ષોની દલીલો પુરી થયા પછી આજે 24મીએ ચુકાદો આપવાની તારીખ આપી હતી. જે પ્રમાણે આજે આરોપીઓની જામીન અંગે કોર્ટે ચુકાદો આપતા તેમની અરજીને ફગાવી છે. દરમિયાન જેલમાં ઘરનું જમવાનું નહીં મળતુ હોવાની તથ્યએ ફરી એકવાર ફરિયાદ કરી હતી. સાથે જ વકીલને મળવા નહીં દેવાતા હોવાની પણ ફરિયાદ કરી હતી. જોકે સરકારી વકીલે કોર્ટમાં નીવેદન કર્યું હતું કે જે વકીલનું વકીલ પત્ર રજૂ થયું છે તે વકીલને મળવા દેવામાં આવે જ છે. હવે આવતીકાલથી સેશન્સ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે.
પ્રવીણ ત્રિવેદી, સરકારી વકીલ
તથ્યએ કઈ કઈ માગણીઓ અગાઉ કરી હતી
તથ્યએ અગાઉ કેટલીક બાબતોને લઈને કોર્ટમાં માગણીઓ કરી હતી, કોર્ટે જે તે સમયે તથ્યને કેટલીક રાહતો આપી હતી. જેલ મેન્યુઅલ પ્રમાણે પ્રાપ્ત થતી બાબતો પર કોર્ટે રાહત આપી હતી. તથ્ય પટેલે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. તેમાં તેણે જેલમાં ભોજન ભાવતું નથી તેથી તેને બહારથી ટિફિન વ્યવસ્થા મળી શકે તે માટે અરજી કરી હતી. તેણે એવી પણ માગ કરી છે કે ટિફિન આપવા આવનાર સાથે મુલાકાત થાય અને તે માટે પરવાનગી માગી હતી. તથ્યએ કોર્ટે કહ્યું હતું કે, તેને જેલનું જમવાનું ભાવતુ નથી તેથી તેને બહારથી ટિફિન મેળવી શકાય તે માટેની પરવાનગી જોઈએ છે. ઉલ્લેખનીય છે કે પોતાના વ્હાલાઓને આ અકસ્માતમાં ગુમાવનારા પરિવારોના ગળેથી હજુ પણ નિરાતે કોળીયા નથી ઉતરતા, હજુ આ પરિવારોને પોતાના વ્હાલાઓની હયાતીના ભણકારા વાગે છે, હજુ આ પરિવારોને પોતાના જુવાન જોધ સ્વજનના ગુમાવ્યા પછી આવનારા ભાવીની ચિંતાઓ થઈ રહી છે ત્યાં તથ્યને જેલના બે કોળિયા કાઠા પડી રહ્યા છે, ત્યાં તથ્યને ભણતરને લઈ પોતાના ભાવિની ચિંતા થઈ રહી હતી જેને પગલે તથ્યએ ગ્રામ્ય કોર્ટ સમક્ષ માગણી કરી હતી કે તેનો અભ્યાસ પુરો કરવાનો હોવાથી બુક જેલમાં લાવવા દેવાય. તેણે આ અરજીમાં કેસને લગતા જરૂરી ડોક્યુમેન્ટ્સ માગ્યા હતા. સાથે જ બાઈક ચાલકે ઉતારેલા વીડિયો અને સીસીટીવી ફૂટેજીસની માગ કરી હતી. તેણે કોર્ટ સમક્ષ એવી પણ રજૂઆત કરી હતી કે પરિવારના સભ્યોને જેલમાં અઠવાડિયામાં એક જ મુલાકાત કરવાની પરવાનગી છે. આ પરવાનગીને વધારવામાં મતલબ કે અઠવાડિયામાં મુલાકાત માટે આવવાના વારામાં વધારો કરવાની તેણે માગ કરી હતી.
તથ્યની કઈ માગનો કર્યો સ્વિકાર
કોર્ટે જેલ મેન્યુઅલ પ્રમાણે તેને બે ટાઈમ ઘરનું ભોજન મળે તે માટે પરવાનગી આપી હતી. હવે તથ્યને ઘરનું ભોજન મળશે પરંતુ તથ્યનું હજુ પણ કહેવું છે કે તેને ઘરનું ભોજન અપાતું નથી. જોકે અઠવાડિયામાં એક જ વખત સગાને મળવા અને ફોન કરવાની પરવાનગી આપી છે.
ADVERTISEMENT