યુવાન સંતાનોની લાશ જોઈ પરિવારે મુકી પોકઃ વતન બોટાદમાં ઘેરો શોકઃ Ahmedabad Accident

બોટાદઃ અમદાવાદમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામનારા બોટાદના ત્રણ યુવાનોમાંથી બે યુવાનોના મૃતદેહ બોટાદ તેમના વતને લવાયા હતા. આ દરમિયાન જ્યારે કૃણાલ કોડિયાની લાશ વતન ચાસ્કા…

gujarattak
follow google news

બોટાદઃ અમદાવાદમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામનારા બોટાદના ત્રણ યુવાનોમાંથી બે યુવાનોના મૃતદેહ બોટાદ તેમના વતને લવાયા હતા. આ દરમિયાન જ્યારે કૃણાલ કોડિયાની લાશ વતન ચાસ્કા ગામે લઈ જવાઈ ત્યારે યુવાનોની બોડી આવતાની સાથે જ પરિવારોએ રીતસર પોક મુકી હતી. તેમના આક્રંદે વાતાવરણ ને ગમગીન કરી દીધું હતું. ત્યાં બીજી બાજુ જ્યારે આ ઘટના મુખ્ય આરોપી અમદાવાદની પોલીસના સંકજામાં હોવા છતા કહેતો સંભળાય કે થાય એ કરી લો તો પરિવારો માટે અહીં ન્યાય લેવું અને આરોપી માટે અહીં પૈસાનો ઘમંડ બંને એક જ સાથે લોકો સામે છત્તા થતા દેખાઈ રહ્યા છે.

જેગુઆર કાંડઃ ‘4 નહીં અમે સરકારને 8 લાખ આપીએ, વળતર નથી જોઈતું’- મૃતકોના પરિજનોનો સરકારના ગાલે તમાચો

યુવાનોની અંતિમયાત્રામાં જોડાઈ મેદની
અમદાવાદમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનોના પરિવારોના આંસુ સતત ન્યાય માગી રહ્યા છે ત્યાં આરોપીની અકડાઈ કે તે કહે છે થાય એ કરી લો. લોકો માટે આ કેટલું આઘાત જનક છે. બોટાદમાં કૃણાલ કોડિયા અને અક્ષર નામના યુવાનની અંતિમયાત્રા ભાવનગરના રોડ પરથી કૃણાલ અને પાળીયાદ રોડ પરથી અક્ષરની અંતિમયાત્રા નીકળી હતી. બંને યુવાનોની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમગ્ર બોટાદ શહેર અને પંથકમાં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી.

સુરેન્દ્રનગરમાં વ્હાલસોયાની લાશ જોઈ પરિવારે કર્યો આક્રંદ
સુરેન્દ્રનગર જિલ્લોના ચુડાના મૂળ વતની અમદાવાદ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવી રહેલા ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર, પણ કાર અડફેટે મૃત્યુ પામ્યા હતા. તેમનો મૃતદેહ ચાંચકા ગામે લાવવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરના બે મિત્રો અરમાન વઢવાણીયા, અમન કરછીની ડેડ બોડી પણ સુરેન્દ્રનગર ખાતે એમના નિવાસ સ્થાને લાવવામાં આવી હતી. સુરેન્દ્રનગર જીલ્લાના ફૂલ ૦૩ વ્યકિતના આ કારની અડફેટે મોત નીપજતાં પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી.

    follow whatsapp