‘તથ્યને જાહેરમાં ફાંસી આપો’ પીડિત પરિવારની માગ- Video

ગોપી ઘાંઘર.અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અક્સ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 10 થઈ ગઈ છે. જેગુઆર કાંડમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ…

gujarattak
follow google news

ગોપી ઘાંઘર.અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અક્સ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 10 થઈ ગઈ છે. જેગુઆર કાંડમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલના મામલામાં ઠેરઠેર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. તેવામાં પીડિત પરિવારે તથ્યને જાહેરમાં ફાંસી આપવાની માગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસે જેગુઆર કાંડના બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ પાસેથી પોલીસે તેમના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. આ કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકારી વકીલે એવું પણ કહ્યું હતું કે, આરોપી પોલીસને સહકારી આપી રહ્યા નથી. કોર્ટે આરોપી પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશ્યલ કસ્ટડીમાં ધકેલ્યો છે. તથ્ય પટેલ અંગે કોર્ટ 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા છે. તથ્ય પટેલને લઈને કરવામાં આવેલી વકીલની સક્ષમ દલીલો અને પોલીસની કાર્યવાહીને જોતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા છે. કોર્ટની બહાર આવ્યા પછી આરોપી પક્ષના વકીલે મીડિયા સાથે વાત કરી હતી.

શું બન્યો હતો બનાવ?
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા થાર કારના અકસ્માતમાં કે જે કાર એક સગીર વયનો છોકરો ચલાવતો હતો. જે છોકરાના અકસ્માત બાદ લોકો ઈજાગ્રસ્તોને મદદ કરવા બ્રિજ પર ટોળા ભેગા થયા હતા ત્યાં જ પુરપાટ ઝડપે આવતી જેગુઆર કાર કે જે તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો. તે કાર લોકોના ટોળામાં ઘૂસી જાય છે અને લોકોને ફંગોળી નાખે છે. 20 લોકોને ફંગોળી નાખનારી જેગુઆર કારની ઝડપ પણ અત્યંત વધારે હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં સ્થળ પર કુલ 9 વ્યક્તિના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે જશવંતસિંહ નામના પોલીસ કર્મચારી મોડી રાત્રે સારવાર દરમિયાન અવસાન પામ્યા હતા. જે પછી આ ઘટનામાં મૃત્યુઆંક 10 સુધી પહોંચ્યો છે. આ તરફ પોલીસે આરોપી પિતા પુત્રની ધરપકડ કરી લીધી છે. ઘટનાને લઈને પોલીસે તુરંત ઘટનાનું રિકન્સ્ટ્રક્શન સહિતની કામગીરી હાથ ધરી છે.

નવસારી: ‘દિકરા… પાછો આવી જા દિકરા…’- ડૂબી ગયેલા પુત્રને ગુમાવતા પિતાનો ભારે આક્રંદ સાંભળી લોકોની પણ આંખો અશ્રુભીની

પોલીસે કરી તપાસ કમિટિની રચના
આ ઘટનાના પડઘા ના માત્ર અમદાવાદના ખુણે ખુણે પરંતુ સમગ્ર ગુજરાત જ નહીં દેશ અને વિદેશોમાં પણ પડ્યા છે. લોકોએ આ ઘટનાના વીડિયો અને તેની ભયાનકતાના દ્રશ્યો જોઈને આઘાત અનુભવ્યો છે. આપને અહીં જણાવી દઈએ કે ગુજરાત પોલીસ દ્વારા આ ઘટનાને લઈને ખાસ તપાસ કમિટિની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં કોણ કોણ છે તે પણ જાણાવીએ તો આ કમિટીમાં ટ્રાફિકના ડીસીપી નીતા દેસાઈ, ટ્રાઈકના એસીપી એસ જે મોદી, એસજી-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ અપૂર્વ પટેલ, એસજી-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ વી બી દેસાઈ, એ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ પી બી ઝાલા, એન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ કે પી સાગઠીયા અને અમ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એચ જી કટારીયાનો સમાવેશ થાય છે.

મૃતકોના નામઃ
નિરવ રામાનુજઃ ઉંમર- 22 વર્ષ, રહે- ચાંદલોડિયા,
અમન કચ્છીઃ ઉંમર- 25 વર્ષ, રહે- સુરેન્દ્રનગર
કૃણાલ કોડિયાઃ ઉંમર- 23 વર્ષ, રહે- બોટાદ
રોનક વિહલપરાઃ ઉંમર- 23 વર્ષ, રહે- બોટાદ
અરમાન વઢવાનિયાઃ ઉંમર- 21 વર્ષ, રહે- સુરેન્દ્રનગર
અક્ષર ચાવડાઃ ઉંમર- 21 વર્ષ, રહે- બોટાદ
ધર્મેન્દ્રસિંહ(પોલીસ કોન્સ્ટેબલ): ઉંમર- 40 વર્ષ
નિલેશ ખટિક(હોમગાર્ડ), ઉંમર- 38 વર્ષ
જસવંતસિંહ (પોલીસ કોન્સ્ટેબલ): ઉંમર – 51 વર્ષ

    follow whatsapp