અમદાવાદઃ ગુજરાતની માધ્યમિક શાળાના શિક્ષક બનાવ માટે બીજા તબક્કાની શિક્ષક અભિરૂટી પરીક્ષા TAT-Sની પ્રિલિમનરી પરીક્ષાને હવે થોડા જ દિવસો બાકી છે. આ પરીક્ષા આગામી 4 જુને યોજાવા જઈ રહી છે ત્યારે બોર્ડ દ્વારા પણ આ પરીક્ષા ગેરરીતિથી દુર રહે અને શાંતિથી પૂર્ણ થાય તે માટેની તૈયારીઓ કરી દીધી છે. આપને અહીં જણાવી દઈએ કે આ પરીક્ષામાં 1.65 લાખથી વધારે ઉમેદવારો બેસવાના છે. સ્વાભાવીક રીતે પરીક્ષામાં ગેરરીતિની સંભાવનાઓ નકારી શકાય નહીં તેથી તંત્રએ કડકમાં કડક પગલા લેવાની પણ તૈયારી રાખી છે.
ADVERTISEMENT
કેન્દ્ર સંચાલક થઈ શકે છે સસ્પેન્ડ
ગુજરાતના 600થી વધારે કેન્દ્રો પર TAT-Sની પરીક્ષા યોજાવાની છે. રવિવારે આ પરીક્ષા બપોરે 12થી 3 કલાક દરમિયાન યોજાવાની છે. આ પરીક્ષા કુલ 200 માર્ક્સની છે. 1.65 લાખ ઉમેદવારોમાં 2292 અંગ્રેજી માધ્યમના જ્યારે 966 હિન્દી માધ્યમના ઉમેદવારો પણ પરીક્ષા આપવાના છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 53813 ઉમેદવારો, રાજકોટમાં 26957, સુરતમાં 32173, વડોદરામાં 39173 અને ગાંધીનગરમાં 13530 ઉમેદવારો પરીક્ષા આપશે. જેમાં ગેરરીતિને અટકાવવા કડક પગલા લેવાની તૈયારીઓ થઈ ચુકી છે. આ માટે અમદાવાદમાં કેન્દ્ર સંચાલકોની બેઠક યોજવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન જાહેરનામા ઉપરાંત કેન્દ્રમાં સીસીટીવી, સ્ટ્રોંગરૂમ અને પોલીસ બંદોબસ્ત રાખવાનું નક્કી કરાયું છે. ગેરરીતિ પકડાય તો કેન્દ્ર સંચાલકને સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવાઈ શકે છે.
ભાજપમાં આવ્યો રાજીનામાંનો રાજકીય ભૂકંપ, એક સાથે 3 નેતાઓના રાજીનામાં
કઈ ચીજો પર પ્રતિબંધ
ગુજરાતમાં પ્રથમવાર માધ્યમિક શાળાના શિક્ષક તરીકે નોકરી મેળવવા માટે પ્રથમ પ્રિલિમનરી એક્ઝામ પછી મેઈન્સ એક્ઝામ અને તેના આધારે શિક્ષકની નિમણૂકો થવાની છે. આ પરીક્ષામાં બેસનારા ઉમેદવારોએ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પરીક્ષા દરમિયાન કોઈ ઈલેક્ટ્રીક ડિવાઈસ લઈ જવાશે નહીં. હોલ ટિકિટ, પેન અને આઈકાર્ડ સિવાયની તમામ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ADVERTISEMENT