રાજ્યભરમાં આજે 600થી વધારે કેન્દ્રો પર યોજાશે TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા, જાણો શું છે તૈયારી

અમદાવાદ: રાજ્યની માધ્યમિક શાળાના શિક્ષક બનવા માટે દ્વીસ્તરીય શિક્ષક અભિરુચી કસોટી TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા આજે યોજાશે. રાજ્યમાં આજે 1 લાખ 65 હજાર 646 ઉમેદવાર શિક્ષક…

gujarattak
follow google news

અમદાવાદ: રાજ્યની માધ્યમિક શાળાના શિક્ષક બનવા માટે દ્વીસ્તરીય શિક્ષક અભિરુચી કસોટી TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા આજે યોજાશે. રાજ્યમાં આજે 1 લાખ 65 હજાર 646 ઉમેદવાર શિક્ષક અભિરુચી કસોટી TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા આપશે. રાજ્યભરમાં 600થી વધુ કેન્દ્ર પર આ પરીક્ષા લેવાની તૈયારી થઈ ચૂકી છે. આ પરીક્ષાને લઈને પરીક્ષા કેન્દ્રો પર 144ની કલમ લગાડવામાં આવી છે. બોર્ડ દ્વારા પણ આ પરીક્ષા ગેરરીતિથી દુર રહે અને શાંતિથી પૂર્ણ થાય તે માટેની તૈયારીઓ કરી દીધી છે

ગુજરાતના 600થી વધારે કેન્દ્રો પર TAT-Sની પરીક્ષા યોજાવાની છે. રવિવારે આ પરીક્ષા બપોરે 12થી 3 કલાક દરમિયાન યોજાવાની છે. આ પરીક્ષા કુલ 200 માર્ક્સની છે. 1.65 લાખ ઉમેદવારોમાં 2292 અંગ્રેજી માધ્યમના જ્યારે 966 હિન્દી માધ્યમના ઉમેદવારો પણ પરીક્ષા આપવાના છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 53813 ઉમેદવારો, રાજકોટમાં 26957, સુરતમાં 32173, વડોદરામાં 39173 અને ગાંધીનગરમાં 13530 ઉમેદવારો પરીક્ષા આપશે. જેમાં ગેરરીતિને અટકાવવા કડક પગલા લેવાની તૈયારીઓ થઈ ચુકી છે.

ગેરરીતિ પકડાઈ તો સંચાલક થશે સસ્પેન્ડ
પરીક્ષાને લઈ અમદાવાદમાં કેન્દ્ર સંચાલકોની બેઠક યોજવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન જાહેરનામા ઉપરાંત કેન્દ્રમાં સીસીટીવી, સ્ટ્રોંગરૂમ અને પોલીસ બંદોબસ્ત રાખવાનું નક્કી કરાયું છે. ગેરરીતિ પકડાય તો કેન્દ્ર સંચાલકને સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવાઈ શકે છે. પ્રિલિમ પરીક્ષા બાદ 18મી જૂને મેન્સની પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓને મેન્સ પરીક્ષા આપવાની તક મળશે જે બાદ ફાઈનલ મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે. રાજ્યમાં અમદાવાદ , ગાંધીનગર, વડોદરા સુરત અને રાજકોટમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ત્રણ માધ્યમ અને વિવિધ 10 જેટલા વિષયોની પરીક્ષા લેવામાં આવશે. રાજ્યભરમાંથી એક લાખ 65,000 જેટલા ઉમેદવારો ટેટ ની પરીક્ષા માટે પોતાનું નસીબ અજમાવશે.

કઈ ચીજો પર પ્રતિબંધ
ગુજરાતમાં પ્રથમવાર માધ્યમિક શાળાના શિક્ષક તરીકે નોકરી મેળવવા માટે પ્રથમ પ્રિલિમનરી એક્ઝામ પછી મેઈન્સ એક્ઝામ અને તેના આધારે શિક્ષકની નિમણૂકો થવાની છે. આ પરીક્ષામાં બેસનારા ઉમેદવારોએ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પરીક્ષા દરમિયાન કોઈ ઈલેક્ટ્રીક ડિવાઈસ લઈ જવાશે નહીં. હોલ ટિકિટ, પેન અને આઈકાર્ડ સિવાયની તમામ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

    follow whatsapp