ગાંધીનગર: રાજ્યમાં TAT-2 ની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત ગુજરાત ટેટ 2ની પરીક્ષા આગામી 23 એપ્રિલ રવિવારે યોજાશે. રાજ્યમાંથી કુલ 2 લાખ 76 હજાર ઉમેદવાર પરીક્ષા આપશે. જ્યારે પરીક્ષાને લઈ 8 મનપા વિસ્તાર આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
રાજ્યમાં શિક્ષકોની ઘટને લઈ અનેક વિવાદો થાય છે. આ મુદ્દો વિધાનસભા સીધી પહોંચી ચૂક્યો છે. ત્યારે બાળકોના શિક્ષણને લઈ હવે રાહત થશે. રાજ્યમાં ધોરણ 5 થી 8 માટે શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ટેટ 2 ની પરીક્ષા અંગે બોર્ડ ચેરમેન પ્રકાશ ત્રિવેદીએ આ અંગે જણાવ્યું હતું કે 2,76,000 જેટલા ઉમેદવારો ધોરણ 6 થી 8ના શિક્ષક બનવાની માટેની આ પરીક્ષા આપશે. રાજ્યની 8 મહાનગરપાલિકા વિસ્તારમાં આ પરીક્ષાનું સંચાલન થશે. આ પરીક્ષામાં સમાજ વિદ્યા, ગણિત વિજ્ઞાન, ભાષા નું કોમન પેપર લેવામાં આવશે.
આ પણ વાંચો: કોંગ્રેસના નેતા અમિત ચાવડા આવ્યા યુવરાજસિંહની વહારે, સરકાર પર કર્યા પ્રહારો
9230 વર્ગખડોમાં લેવાશે પરીક્ષા
જેમાં ગુજરાતી માધ્યમના કુલ 2 લાખ 65 હજાર 791 ઉમેદવાર પરીક્ષા આપશે. જ્યારે અંગ્રેજી માધ્યમ ના કુલ 6113 ઉમેદવાર પરીક્ષા આપશે. હિન્દી માધ્યમ માં કુલ 4162 ઉમેદવાર પરીક્ષા આપશે. ત્યારે ટેટ 2 નું પરીક્ષા રાજ્યના 8 મનપા 926 મકાનોમાં 9230 વર્ગખડોમાં લેવાશે પરીક્ષા
ADVERTISEMENT