હેતાલી શાહ.આણંદઃ તારાપુરમાં ગ્રામપંચાયતનું છેલ્લા 12 વર્ષનું વીજ બીલ બાકી હોવાથી એમજીવીસીએલ દ્વારા વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર તારાપુરમાં સ્ટ્રીટ લાઈટ કનેકશન કાપી નાખવામાં આવતા ગ્રામજનો પરેશાન થઈ ગયા છે. જોકે આ તમામ વચ્ચે રાજકીય ઈશારે આ કનેકશન કાપવામા આવ્યા હોવાનો આક્ષેપ પૂર્વ ધારાસભ્ય અને તારાપુર સરપંચ પુનમભાઈ પરમાર કરી રહ્યા છે. જેને લઈને તારાપુરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ADVERTISEMENT
12 વર્ષનું બીલ બાકી
આણંદ જિલ્લાના સોજીત્રા વિધાનસભામાં આવેલા તારાપુર ગ્રામપંચાયતનું છેલ્લા 12 વર્ષનું વીજ બીલ ભરવાનું બાકી છે. અત્યાર સુધી 65 લાખ રૂપિયા પેનલ્ટી સાથેનું બીલ તારાપુર ગ્રામપંચાયતનુ બાકી છે. છેલ્લા ઘણા સમયથી એમજીવીસીએલ દ્વારા ગ્રામપંચાયતને નોટીસ પાઠવવામાં આવી હતી. પરંતુ હજી સુધી વીજ બીલ ન ભરાતા એમજીવીસીએલ દ્વારા વીજ કનેકશન કાપવામા આવ્યા હોવાનુ જાણવા મળી રહ્યુ છે. જોકે આ અંગે તારાપુર ગ્રામપંચાયતના સરપંચ અને સોજીત્રાના પુર્વ કોંગ્રેસી ધારાસભ્ય પુનમભાઈ પરમાર સરકાર પર આક્ષેપ કરી રહ્યા છે. તેમનુ કહેવું છે કે, ” મારી આગળના હીનાબેન રાજુભાઈ પટેલ સરપંચ હતા. જેઓ ભાજપ પક્ષ સાથે જોડાયેલા છે. એમણે પાંચ વર્ષના સમયગાળામાં 65 લાખ રૂપિયાનું દેવું કર્યું અને દેવું હું તાત્કાલિક ગ્રામ પંચાયતમાંથી કેવી રીતે ભરી શકું? અને તેમ છતાં મેં 1 વર્ષથી ચાર્જ લીધો ત્યારથી અત્યાર સુધીનું તારાપુર ગ્રામ પંચાયતમાંથી મેં પાંચ લાખ રૂપિયા નું વીજ બિલ ની ચુકવણી કરેલી છે. જ્યારે હું ધારાસભ્યો હતો ત્યારે મેં જીઈબીને ધારાસભ્ય તરીકે લેખિત રજૂઆતો કરેલી છે કે, મારી ગ્રામ પંચાયતનુ વીજ બિલ વસૂલ કરો, ના કરો તો પગલાં લો, પરંતુ ના તો પગલાં લીધા, ના તો વસુલાત કરી. પણ મારી જોડે લેખિત કોપીઓ છે. ને જીઇબીને લેખીત મૌખિક જાણ કરેલી છે વારંવાર. તેમ છતાં પણ મારી ગ્રામ પંચાયતમાં આ લોકો ફરી સરપંચ થવાના નથી તેવા ડરને કારણે મને બદનામ કરવા માટે આ કારસો રચ્યો છે. એ હું ચોક્કસપણે આ સાબિત કરીશ.”
Breaking: ગીર-સોમનાથમાં બુટલેગરનો પોલીસ પર હુમલો
બાકી રુપિયા ભરવા નોટિસ
જોકે 65 લાખ રૂપિયા વીજબીલ છેલ્લા એક વર્ષનું નથી. 12 વર્ષનું છે. છેલ્લા એક વર્ષથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુનમભાઈ પરમાર તારાપુર ગ્રામપંચાયતના સરપંચ તરીકે ચૂંટાયા છે. તે અગાઉ ભાજપના હીનાબેન રાજુભાઈ પટેલ 5 વર્ષ સરપંચ તરીકે ચૂંટાયા હતા. એ દરમિયાન પુનમભાઈ પરમાર ધારાસભ્ય હતા. જે નોટીસ ગ્રામપંચાયતને પાઠવવામાં આવતી હતી એ નોટિસ ધારાસભ્યને પણ પાઠવવામાં આવતી હતી. જેનો જવાબ તે સમયના ધારાસભ્ય પુનમભાઈ પરમારે એમજીવીસીએલને બાકી વીજબીલ સત્વરે વસુલવા તાકીદ કરતો લેટર પાઠવવામાં આવ્યો હતો. જોકે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હિનાબેન ભાજપના સરપંચ હોવાથી તે સમયે કોઈ કાર્યવાહી કરવામા ન આવી, પરંતુ આ વખતે સોજીત્રા વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય ચૂંટાયા છે. અને સરપંચ કોંગ્રેસના છે એટલે જ વીજ કનેકશન કાપવાની કામગીરી કરવામાં આવી હોવાનુ ચર્ચાઈ રહ્યું છે. જેને લઈને બાકી વીજબીલની ચૂકવણી રાજકીય મુદો તારાપુરમાં બની રહ્યો છે.
કોહલીએ પલટી દીધી પુરી મેચ, અમદાવાદ ટેસ્ટમાં આમ જીતી શકે છે ટીમ ઈન્ડિયા
તંત્રના પાપે લોકોને પરેશાની
આ અંગે અગાઉ સરપંચ દ્વારા એમજીવીસીએલને વીજ બીલમા પેનલ્ટી હટાવવાની પણ રજુઆત કરી હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે પેનલ્ટી હટાવવામાં આવી નથી. મહત્વની બાબત એ છે કે, છેલ્લા એક વર્ષનું વીજ બીલ ચૂકતે થઈ ગયું છે. પરંતુ બાકી જુના સરપંચના સમયનું વીજ બીલ ચૂકતે થયું નહોતું. જેનુ નુકસાન હાલ તો ગ્રામજનો વેઠી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર તારાપુરમાં સ્ટ્રીટ લાઈટ બંધ છે. તારાપુરના તમામ રસ્તા પર રાત્રી દરમ્યાન અંધારપટ છવાઈ જાય છે. એવામાં આ મુદો જે રાજકીય રંગે રંગાયો છે તે કેટલા સમયમા સમાધાનમાં પરીણમે છે તે જોવું રહ્યું.
ADVERTISEMENT