ગાંધીનગર: આગામી 30મી એપ્રિલના રોજ યોજાનારી તલાટીની ભરતી પરીક્ષાની તારીખમાં હવે ફેરફાર કરાવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા 7મી મેના રોજ લેવામાં આવશે. મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે આજે જાહેરાત કરી હતી અને પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાની જાણકારી આપી હતી. ત્યારે તલાટી મંત્રીની પરીક્ષા આપવા ઇચ્છતા ઉમેદવારોએ પહેલા કન્ફર્મેશન આપવાનું રહેશે. ત્યારે આ સંમતિ પત્રક ઓનલાઈન મૂકી દેવામાં આવ્યું છે. જેલે લઈ ઉમેદવારોને ફૉર્મ ભરવા હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરી ફોર્મ ભરવા જણાવ્યું હતું ત્યાર બાદ આજે સમયને લઈ મહત્વનું ટ્વિટ કર્યું છે.
ADVERTISEMENT
પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલે ટ્વિટ કરીને તલાટીની પરીક્ષા અંગે મહત્વની જાણકારી સતત આપી રહ્યા છે. હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થવાના સમયે એટલે કે 12:30 વાગે જ આપવામાં આવશે.
આ પણ વાંચો: મોડાસાઃ ‘મારું દેવું વધી ગયું છે, મદદ કરો નહીં તો મરવા સિવાય રસ્તો નથી’- પોલીસકર્મીને આખરે મળ્યા રૂપિયા
ઉમેદવારોએ અગાઉ પેપર વહેલું આપવાની રજૂઆત કરી હતી. આથી આ મુદ્દે હસમુખ પટેલે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે. પ્રશ્નપત્ર અપાતા પહેલાં ઉમેદવારો પાસેથી અંગૂઠાનું નિશાન અને સહી લહી લેવાશે. ત્યારે હવે પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થવાના સમયે એટલે કે 12:30 વાગે જ આપવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT