ભાવનગરઃ આવું ક્યાંય જોયું? ના વર હોય કે ના તો કન્યા હોય કે ના હોય ગોર મહારાજ તો પણ લગ્ન થઈ જાય અને લગ્નનું સર્ટીફિકેટ પણ બની જાય તેને લઈને એક વીડિયો વાયરલ થયા પછી તલાટીને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં તલાટીનો ત્રાસ તો જુઓ કે લોકોએ તલાટી સસ્પેન્ડ થયા તો ફટાકડા ફોડીને સેલેબ્રેશન કર્યું છે.
ADVERTISEMENT
મોરબીના BJP ધારાસભ્યનો કથિત Audio વાયરલઃ ‘ફાયરિંગ થયું પણ તેને પકડતા નથી’
કોણ છે આ તલાટી?
વાત છે, ભાવનગર બુધેલ ગામનાં તલાટીની, લગ્નનું પ્રમાણપત્ર કાઢી આપવા 4,000 ની લાંચ લેતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું છે અને તલાટી મંત્રી જયેશ ડાભીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બુધેલ ગ્રામ પંચાયત કચેરીએ વર કે વધુ, લગ્ન કરનાર ગોર તેમજ વર કન્યાના લોકોને બોલાવ્યા વિના લગ્નનું પ્રમાણપત્ર કાઢી આપવા બદલ બુધેલના તલાટી મંત્રીએ રૂપિયા માંગ્યા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જે અંગે ધારાશાસ્ત્રી દ્વારા તેનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે વીડિયો વાયરલ થતાં જિલ્લા પંચાયત કચેરી દ્વારા તલાટી મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. હાલ તો તેને સામાન્ય સજાના ભાગ રૂપે પાલીતાણા હેડક્વાર્ટર ખાતે બદલી કરી છે. હવે જોવું એ રહ્યું કે આ તલાટીએ આવા તો કેટલા મેરેજ સર્ટી ઈશ્યૂ કર્યા હશે અને તલાટીના પાવરમાં આવતી બીજી કેટલીક બાબતોમાં આવી રીતે નાણાં ખંખેર્યા હશે તેને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે.
લોકોએ કર્યું સેલેબ્રેશન
બુધેલ ગામે તલાટીમંત્રી સસ્પેન્ડ થતા ગામમાં ફટાકડા ફોડી અને મીઠાઇ વેચીને દિવાળી જેવો માહોલ ઊભો કરી દેવાયો હતો. લોકો આ તલાટીથી કેટલા ત્રાસ્યા હશે તેને આ સેલેબ્રેશન પરથી આંકી શકાય છે. તલાટી મંત્રીનાં વિરોધીઓ દ્વારા ફટાકડા ફોડી ઉત્સવ ઉજવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લગ્નનું પ્રમાણપત્ર કાઢી આપવા માટે તલાટી મંત્રીએ આર્થિક વ્યવહાર કર્યો હોવાનું વીડિયોમાં સામે આવતા કાર્યવાહી થઈ હતી. જે અંગે એક એડવોકેટ દ્વારા વીડિયો ઉતારી વાયરલ કરાયો હતો. જેને લઇ તલાટી મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જુઓ આ સેલેબ્રેશનના પણ વીડિયો…
(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT