વિરેન જોશી.મહીસાગરઃકોરોના હોય કે લોકડાઉન, ભારે વરસાદ હોય કે ભૂકંપ એક બીજાની મદદે આવી જવાની ગુજરાતીઓની આ વૃત્તિ માનવતાને ઘણી વખત મહેકાવી જાય છે. જો આપ કે આપના કોઈ પરિચિત તલાટીની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તો આ અહેવાલ જરૂરથી વાંચશો. ખાસ કરીને મહીસાગર જિલ્લામાં જેમને પરીક્ષા આપવાની છે તેમને જાણી લેવું જરૂરી છે. કેટલીક સેવાકીય સંસ્થાઓ સામે આવી છે જે પરીક્ષાર્થીઓના જમવા અને રહેવાની વ્યવસ્થા કરી દેવાની છે પરંતુ તે ઉમેદવારે પહેલા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. આ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે પણ અમે આપને અહીં દર્શાવીશું.
ADVERTISEMENT
રજીસ્ટ્રેશન કરવા માટે જાહેર કરાયા નંબર
સમગ્ર ગુજરાતમાં આગામી તારીખ 7 મે ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી કમ મંત્રીની ભરતી માટે પરીક્ષા યોજાનાર છે, ત્યારે તંત્ર દ્વારા પણ સુચારું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરીક્ષામાં આયોજનના ભાગરૂપે પરીક્ષાર્થીઓની અલગ અલગ જિલ્લામાં પરીક્ષા આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે. અન્ય જિલ્લામાંથી આવતા પરીક્ષાર્થીને રહેવા જમવાની અગવડ ન પડે તે માટે સેવાભાવિ સંસ્થાઓ પણ સામે આવી રહી છે. મહીસાગર જિલ્લામાં પરીક્ષા આપવા માટે આવનાર પરીક્ષાર્થીઓ માટે લુણાવાડા ટાઉન પોલીસ તેમજ મહીસાગર જિલ્લા મહાકાલ સેના દ્વારા લુણાવાડા શહેરમાં કોટેજ ચાર રસ્તા ખાતે આવેલા રાજપૂત સમાજ ઘર ખાતે 450 થી વધુ પરીક્ષાર્થીઓને રહેવાને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ગુજરાતના કોઈપણ જિલ્લામાંથી પરીક્ષા આપવા માટે આવતા પરીક્ષાર્થીને અહીંયા રોકાવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે રજીસ્ટ્રેશન કરાવવા માટે મોબાઈલ નંબર પણ મહાકાલ સેના તેમજ ટાઉન પોલીસ લુણાવાડા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
પરીક્ષા કેન્દ્ર સુધી જવાની પણ વ્યવસ્થા
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ ટાઉન પોલીસ સ્ટેશનના કે જ્યાં ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ધેનુ ઠાકર અને મહાકાલ સેના દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તારીખ 7 મે ના રોજ યોજાના તલાટી ક્રમમંત્રીની ભરતી પરીક્ષા માટે જે પરીક્ષાર્થીઓ મહીસાગર જિલ્લામાં પરીક્ષા આપવા માટે આવનાર છે. તેમના રહેવા તેમજ જમવા તેમજ જે તેમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે આયોજન કરવા માટેની બેઠક યોજાઇ હતી. જેમાં જરૂરી આયોજનને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
PM મોદીએ કહ્યું, કેરાલા સ્ટોરી કેરળમાં આતંકવાદી ષડયંત્રો અને કોંગ્રેસનો પર્દાફાશ કરતી ફિલ્મ છે
લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા આપવા માટે આવનાર પરીક્ષાઓને કોઈ અગવડ ન પડે તેને લઈ અને સેવાભાવી સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે મહાકાલ સેના મહીસાગર દ્વારા પોલીસના અભિયાનમાં સહયોગ આપવાની તત્પરતા દર્શાવાઈ હતી. ત્યારબાદ લુણાવાડા ટાઉન પોલીસ તેમજ મહાકાલ સેના દ્વારા 7 મે ના રોજ પરીક્ષા આપવા આવનાર પરિક્ષાર્થીઓના રહેવા તેમજ જમવાની વ્યવસ્થા લુણાવાડા શહેરમાં કોટેજ ચાર રસ્તા ખાતે આવેલ રાજપૂત સમાજ ઘર ખાતે કરવામાં આવી છે. ગુજરાતના કોઈપણ જિલ્લામાંથી અહીંયા પરીક્ષા આપવા માટે આવનાર પરીક્ષાર્થીએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મહાકાલ સેના તેમજ ટાઉન પોલીસ દ્વારા રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. તારીખ 5ને શુક્રવાર સુધી આ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેને લઈ અને પરીક્ષાર્થીઓના રહેવાની જમવાની વ્યવસ્થા કરી શકાય. ત્યારે ટાઉન પોલીસ અને મહાકાલ સેના દ્વારા અલગ અલગ પાંચ મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે અને આ અંગે તેમના દ્વારા સોશિયલ મીડિયામાં પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
તા. ૦૭.૦૫.૨૦૨૩ ને રવિવાર ના રોજ લેવાનાર તલાટી ની પરીક્ષા માં જે ભાઈઓ તથા બહેનોને મહીસાગર જિલ્લા ખાતે પરીક્ષા કેન્દ્ર હોય તેવા ભાઈઓ તથા બહેનો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા તા. ૦૬.૫.૨૩ ને શનિવાર ના રોજ લુણાવાડા ટાઉન પોલીસ તેમજ મહાકાલ સેના મહીસાગર ટીમ દ્વારા લુણાવાડા ખાતે રાજપૂત સમાજની વાડી (કોટેજ ચોકડી)ખાતે રાખ્યું છે. તો જે પણ ભાઈ તથા બહનોએ વ્યવસ્થાનો લાભ લેવા માંગતા હોય તો તેઓએ નીચે આપેલા નંબર પર કોલ અથવા વોટસઅપ મેસેજ કરીને તા.૦૫.૦૫.૨૩ ને શુક્રવાર સુધી ફરજિયાત પણે રજીસ્ટર કરાવવાનું રહશે.
તોડકાંડઃ યુવરાજસિંહ સહિતના આરોપીઓની જેલ ટ્રાન્સફરની અરજી કોર્ટે ફગાવવી
સંપર્ક:-
જયદીપસિંહ સોલંકી – 9023374974
દિલીપસિંહ સિસોદિયા – 9586133515
ભવદીપસિંહ સિસોદિયા પોલીસ -9313515465
નાથુભાઈ ભરવાડ પોલીસ – 9510575857
કીર્તિપાલસિંહ રણા – 8849581177
લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેનું ઠાકર તેમજ મહાકાલ સેના મહીસાગર જિલ્લાના અધ્યક્ષ અને તેમના ટીમ મેમ્બરો દ્વારા રાજપૂત સમાજ ની મુલાકાત પણ લેવામાં આવી અને તેમના દ્વારા સતત આયોજન કરાવવામાં આવી રહ્યું છે અને વધુમાં વધુ પરીક્ષાઓને રજીસ્ટ્રેશન કરવા માટે તેમના દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT