ધનેશ પરમાર.કાંકરેજઃ લાંચિયાઓ અવારનવાર ઝડપાતા રહે છે અને વિભાગનું નામ કાદવ કાદવ કરી મુકતા હોય છે. એક લાંચિયો આખા વિભાગની છાપ ખરાબ કરી નાખે છે તેમાં કોઈ બેમત નથી. આ સડેલી કેરીઓ વિભાગના અન્યોને બગાડે નહીં સિસ્ટમમાં ભ્રષ્ટાચારનો સડો વધારે નહીં તે માટે એસીબી સતત કાર્યરત રહીને અવારનવાર આવા લાંચિયાઓ સામે કાર્યવાહી હાથ ધરે છે. એસીબીએ વધુ એક વખત કાંકરેજના શિરવાડાના તલાટી કમ મંત્રીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. બિલ મંજુર કરવાની સામે 50 હજાર રૂપિયા માગતો આ તલાટી કમ મંત્રી હવે એસીબીના સકંજામાં છે.
ADVERTISEMENT
બિલ મંજુર કરવા કેવી રીતે માગ્યા રૂપિયા
કાંકરેજના શિરવાડાના તલાટી કમ મંત્રી ભાવેશ પ્રજાપતિ 50 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. શિરવાડા ગામમાં વિકાસના કામો અંતર્ગત રસ્તાનું કામ કરવામાં આવ્યું હતું. જે કામનું બિલ મંજૂર કરવા તેમેજ પેમેન્ટના ચેકની પ્રક્રિયા જલ્દી કરવા અરજદાર કોન્ટ્રાક્ટર જોડે 50 હજારની લાંચ માંગી હતી. ત્યારે પાલનપુર ACBની ટીમે શિરવાડા ગ્રામપંચાયત કચેરીમાં જ તલાટી ભાવેશ પ્રજાપતિને 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને ACBની ટીમે લાંચિયા તલાટીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આદિપુરુષ ફિલ્મના ડાયલોગ લખનારા રાઈટર મનોજ મુંતશિરે મુંબઈ પોલીસ પાસે પ્રોટેક્શન માગ્યું
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક લાંચિયા અધિકારીને ACB એ ઝડપી પાડ્યો છે. અરજદાર કોન્ટ્રાક્ટરે શિરવાડા ગામમાં સરકારી વિકાસના કામો અંતર્ગત રસ્તાનું કામ કર્યું હતું. જે કામોના બિલ મંજૂર કરવા તેમજ પેમેન્ટના ચેકની પ્રક્રિયા જલ્દી કરવા તલાટી કમ મંત્રીએ 50 હજારની લાંચની માગણી કરી હતી. જે લાંચની રકમ કોન્ટ્રાક્ટર આપવા માંગતા ના હોય કોન્ટ્રાક્ટરે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જેથી એસીબીએ ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં તલાટીએ કોન્ટ્રાક્ટરે પાસેથી લાંચની રકમ 50 હજાર માંગતા કોન્ટ્રાક્ટરે રકમ આપી હતી. જે રકમ તલાટીએ સ્વીકારતા જ એસીબી એ રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT