ભાવનગર: ભાવનગરમાં ડમીકાંડમાં હાલમાં જ પકડાયેલા તળાજાના શિક્ષકને શિક્ષણ વિભાગ દ્વારા ફરજ મોકૂફ કરી દેવાનો નિર્ણય કર્યો હતો. ત્યાં તળાજાથી વધુ એક આરોપી પકડાયો છે. ડમી ઉમેદવાર પ્રકરણમાં પકડાયેલા આ શિક્ષકને વિભાગે સસ્પેન્ડ કરી કડક કાર્યવાહી હાથ ધરી તે શિક્ષક તળાજાની કેન્દ્રવતી શાળામાં આ શિક્ષક ફરજ બજાવતો હતો અને એક હેલ્થ વર્કરની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો. હવે આ મામલામાં તળાજાનો વધુ એક યુવક પકડાયો છે.
ADVERTISEMENT
ડમીકાંડમાં વધુ એક શખ્સ પકડાયો
ડમી વિદ્યાર્થીઓ બેસાડીને સરકારી પરીક્ષાઓ અપાવી પોતાના માનીતાઓને અથવા રૂપિયા ખંખેરી લેવાની લાલચે અન્ય નબળા લોકોને નોકરી પર લગાવી દેવાનું મસ મોટું વ્યાપક ભરતી કૌભાંડ ગુજરાતમાં ચાલ્યું છે. આ કૌભાંડના તાર ભાવનગર સાથે ખુબ ઘનિષ્ટ રીતે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. પૂર્વ મંત્રીથી લઈને ઘણા મોટા માથાઓ સામે આ અંગે આક્ષેપો થયા હતા. આ બાજુ ડમીકાંડ ઉજાગર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ડમીકાંડમાં નામ ના ખોલવા માટે તોડ કરવાના ગુનામાં ભાવનગર પોલીસના સકંજામાં આવ્યા પછી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ત્યારે આ બાજુ ડમી કાંડમાં એક પછી એક વધુ આરોપીઓ પકડાતા જાય છે. આજે વધુ એક આરોપી પકડાયો છે. જેમાં ભાવનગર પોલીસે ભગીરથ અમૃત પંડ્યા નામના 28 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આ યુવક પ્રાઈવેટ નોકરી કરે છે. ભાવનગર એસઆઈટી દ્વારા પકડાયેલો આ આરોપી પણ ભાવનગરના તળાજાનો રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે તળાજા સાથે પણ ડમીકાંડને ઘણા ઘનિષ્ટ તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
વર્ષો પછી પરિવાર સાથે મિલનઃ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત 184 ગુજરાતી માછીમારોની વતનવાપસી
ડમી ઉમેદવાર તરીકે રાજકોટમાં આપી હતી પરીક્ષા
અગાઉ ડમી ઉમેદવાર પ્રકરણમાં વધુ એક શિક્ષકને કડક કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. તળાજાની કેન્દ્રવતી શાળામાં ફરજ બજાવતા વિપુલ તુલસીદાસ અગ્રાવતને ફરજ મોકૂફી આપવામાં આવી હતી. શિક્ષકને શિક્ષણ વિભાગ દ્વારા કડક હાથે કાર્યહવાહી કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. વિપુલ તુલસીદાસ અગ્રાવતે વર્ષ 2002માં લેવાયેલી મલ્ટીપર્પજ હેલ્થ વર્કરની પરીક્ષાાં ડમી તરીકે બેઠો હોવાના આરોપસર કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવાનો થયો હતો. આરોપો પ્રમાણે વિપુલ નામનો આ શિક્ષક નિલેશ ઘનશ્યામ જાની નામના શખ્સની જગ્યાએ રાજકોટમાં પરીક્ષા આપવા બેઠો હતો. મલ્ટીપર્પજ હેલ્થ વર્કરની ખાલી જગ્યા પરની પરીક્ષામાં તે બેઠો હતો અને પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે ડમીકાંડની તપાસ કરી રહેલી એસઆઈટી ટીમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. જે મામલાને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગ દ્વારા વિપુલને ફરજ મોકૂફીના આદેશ કરવામાં આવ્યા હતા.
(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT