અમદાવાદ : જ્યોર્તિમઠ બદ્રીનાથ અને શારદાપીઠ દ્વારીકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષની વયે નિધન થયું હતું. તેમનું મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં માઇનર હાર્ટએટેક આવ્યા બાદ બપોરે 3.50 વાગ્યે અંતિમ શ્વાસ લીધું હતું. સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીને હિન્દુઓનાં સર્વોચ્ચ ગુરૂ માનવામાં આવે છે.
ADVERTISEMENT
શંકરાચાર્યજીની લાંબા સમયથી બિમાર હતા
સ્વામી શંકરાચાર્ય લાંબા સમયથી બિમાર હતા. તેમની સારવાર બેંગ્લુરૂ ખાતે ચાલી રહી હતી. સારવાર પુર્ણ થયા બાદ હાલમાં જ તેઓ આશ્રમ ખાતે પરત ફર્યા હતા. શંકરાચાર્યના શિષ્ય બ્રહ્મ વિદ્યાનંદના જણાવ્યા અનુસાર, સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીએ સોમવારે સાંજે 5 વાગ્યે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ આપવામાં આવશે. સ્વામી શંકરાચાર્ય આઝાદીની લડાઇમાં જેલમાં પણ જઇ ચુક્યાં છે. તેઓ રામ મંદિર નિર્માણ માટે ખુબ જ લાંબી લડાઇ લડી ચુક્યાં છે.
હિન્દુ ધર્મના મુખ્ય ચાર મઠ પૈકી 2 મઠના શંકરાચાર્ય હતા
જગદગુરૂ શંકરાચાર્ય શ્રી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી હિન્દુ ધર્મના ચાર મુખ્ય મઠ પૈકી બે મઠ (દ્વારીકા અને જ્યોર્તિમઠ)ના શંકરાચાર્ય છે. સ્વામી સ્વરૂપાનંદજીનો જન્મ સિવન જિલ્લાના જબલપુર પાસે દિધોરી ગામના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પુર્વાશ્રમમાં નામ પોથીરામ ઉપાધ્યાય હતું. તેઓએ 9 વર્ષની ઉંમરે જ ઘર છોડી દીધું હતું. ધર્મયાત્રા આરંભી હતી. આ દરમિયાન તેઓ કાશી પહોંચ્યા અને ત્યાં બ્રહ્મલીન શ્રીસ્વામી કરપાત્રી મહારાજ પાસેથી વેદ, વેદાંગ અને અન્ય શાસ્ત્રોનું શિક્ષણ લીધું હતું.
દેશની આઝાદી માટે જેલમાં પણ ગયા હતા
1942 માં તેઓ માત્ર 19 વર્ષની ઉંમરની ક્રાંતિકારી સાધુ તરીકે પ્રસિદ્ધ થયા કારણ કે તેઓએ આઝાદીની લડાઇમાં ભાગ પણ લીધો હતો. તેઓ વારાણસીમાં 9 મહિના અને મધ્યપ્રદેશની 6 મહિના સુધી કેદમાં રહ્યા હતા. શંકરાચાર્યજીના ગત્ત જન્મદિવસની ઉજવણી હરિયાળી ત્રીજના દિવસે કરાઇ હતી.
માત્ર 9 વર્ષની ઉંમરે પોતાનો પરિવાર ત્યાગી દીધો
સ્વરૂપાનંદજીએ 9 વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડ્યું હતું. તેઓ કાશી સહિત ભારતના દરેક તીર્થસ્થાનો, સ્થળો અને સંતોની મુલાકાત લીધી હતી. સ્વામી સ્વરૂપાનંદે 1950માં દંડી સ્વામી બનાવાયા અને જ્યોતિમઠ પીઠના બ્રહ્મલિન શંકરાચાર્ય સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દંડ સંન્યાસની દીક્ષા લીધી હતી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે પ્રસિદ્ધ થયા. 1981 માં શંકરાચાર્ય બન્યા હતા.
ભાજપ અને વીહીપ પર કર્યા હતા ગંભીર આક્ષેપ
સ્વામીજીએ રામ જન્મભૂમિ ન્યાસના નામે વિહિપ અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેઓએ રામ મંદિરના નામે ભાજપ-વિહિપ દ્વારા આને રાજકીય રીતે એનકેશ કરી રહ્યા છે તે મને મંજૂર નથી. હિન્દુઓમાં શંકરાચાર્ય જ સર્વોચ્ચ હોય છે. હિન્દુઓની સુપ્રીમ કોર્ટ અમે જ છીએ. મંદિરનું એક ધાર્મિક રૂપ હોવું જોઇએ. પરંતુ તેને રાજકીય રીતે વપરાશ થઇ રહ્યો છે.
ADVERTISEMENT