Swaminarayan Controversy: સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે આ મોટા 10 વિવાદોઃ જાણો કેવા કેવા ઉહાપોહ મચ્યા

Swaminarayan Controversy: સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દુ દેવી દેવતાઓ અંગેની ટિપ્પણીઓથી લઈને વિવિધ હરકતોએ આ પહેલી વખત જ નહીં ભૂતકાળમાં પણ વિવાદો ઊભા કર્યા છે. સ્વામિનારાયણ…

gujarattak
follow google news

Swaminarayan Controversy: સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દુ દેવી દેવતાઓ અંગેની ટિપ્પણીઓથી લઈને વિવિધ હરકતોએ આ પહેલી વખત જ નહીં ભૂતકાળમાં પણ વિવાદો ઊભા કર્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ જાતી, વ્યક્તિ સહિત ધર્મને લઈને પણ એવા એવા નિવેદનો અને હરકતો કરી છે કે જેના કારણે વિવાદ થયો હોય. આજે આવો આપણે જાણીએ સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા મુખ્ય 10 એવા વિવાદો કે જેના કારણે લોકો, સંપ્રદાયો, સંસ્થાઓના લોહી ઉકળી ઉઠ્યા હતા.

વિવાદો અને સ્વામીનારાયણ સંપ્રદાય

આપ હાલમાં જ થયેલા ખોડિયાર માતાના અપમાન અંગેના વિવાદ અંગે જાણો જ છો. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ આપેલા ખોડિયાર માતા કુળદેવીને લગતા નિવેદનથી લઈ, મહારાજે ખોડિયાર માતા પર કપડા નિચોવીને પાણી છાંટ્યાના નિવેદનથી વિવાદ શરૂ થયો છે. આ અગાઉ સાળંગપુર મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુર તરીકે જાણીતી હનુમાનજીની પ્રતિમા પાસેના ભીંતચિત્રોમાં હનુમાનજી સ્વામીનારાયણ સંપ્રદાયના ભગવાનને પગે લાગતા દર્શાવાયા હતા. જેને લઈને વિવાદ થયો અને બાદમાં આ ચિત્રો દુર કરવામાં આવ્યા હતા.

Khodiyar Maa controversy: ‘રાક્ષસ તારું માતા ગમે ત્યારે હૃદય બેસાડી દેશે, આને દેશથી ખદેડો’- કબરાઉ બાપુ થયા આકરા

આ તો હાલમાં જ બનેલા વિવાદોના વંટોળ છે જે હજુ પણ ફૂંકાવાના ચાલુ છે. જેતે સમયે પણ વિવિધ માધ્યમો પર આ અંગે વિવાદો અંગે જાણકારીઓ સામે આવી હતી. તેથી આપના ખ્યાલમાં હશે જ પરંતુ હવે આપણે આ માધ્યમોના અહેવાલો પર નજર કરતા સામે આવેલા અન્ય વિવાદો અંગે વાત કરીએ તો સ્વામીનારાયણ સંપ્રદાયના સંત આનંદસાગર સ્વામીએ એક વખત નિવેદન કર્યું હતું કે શિવજી એ સ્વામીના શિષ્યના ચરણ સ્પર્શ કર્યા હતા. આ નિવેદને પણ વિવાદ સર્જોય હતો. રૂગનાથ સ્વામી નામના સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ એવું કહ્યું હતું કે દેવો વચ્ચેની કુસ્તીમાં મહાદેવ શિવ શંકર ભગવાનની હાર થઈ હતી. સ્વામીનારાયણ સંપ્રદાયના અક્ષરમુનિ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે હનુમાનજી સંત-બ્રહ્મચારી છે, તેથી તેમને ભગવાન ના ગણી શકાય. અન્ય એક કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ નિવેદન કર્યું હતું કે બ્રહ્મા અને ઈન્દ્ર લઘુશંકામાં તણાયા હતા.

ઉપરાંત નિત્ય સ્વરૂપ સ્વામી નામના સ્વામીનારાયણ સંપ્રદાયના સંતે કહ્યું હતું કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના લીડર સ્વામીનારાયણ ભગવાન છે. આ દાવા સાથે જ લોકોમાં ભારે નારાજગી થઈ હતી. તે પછી વલ્લભ સ્વામી નામના સંતે શ્રી કૃષ્ણ ભગવાન તો ગોવાળિયો હતા તે ભગવાન ન્હોતા. શ્રી કૃષ્ણ ભગવાન નથી પણ ગોવાળિયા હતા. તેવા મતલબનું નિવેદન કર્યું હતું. જે તે સમયે તેને લઈને પણ કેટલાક સમાજોમાં નારાજગી જોવા મળી હતી. તે ઉપરાંત બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું હતું કે એક અસુર તો મહારાજ વિશે કેવા શબ્દો બોલે છે. દિનેશ પ્રસાદ સ્વામીએ કહ્યું કે, સ્વામીનારાયણ હિન્દુ સમાજથી કુરાજી થઈ ગયા છે. આ નિવેદન પણ ખુબ વિવાદીત બન્યું હતું. આ ઉપરાંત અન્ય એક સંતે શિવ અને પાર્વતી સ્વામીનારાયણ ભગવાનની સેવા કરતા હતા તેવા નિવેદન પણ કરતા ભારે ઉહાપોહ મચ્યો છે.

આ ઉપરાંત તો ગાદીના ગજગ્રાહ, ભક્તને મારવા, જમીનોના પ્રકરણો અને મહિલાઓ સાથેના જાહેર તથા ખાનગીમાં વર્તનોને લઈને પણ આ સંપ્રદાયના વિવિધ પંથોના સંતો વિવાદમાં સપડાઈ ચુક્યા છે. અહીં માત્ર આપણે થોડા જ વિવાદોની વાત કરી છે પરંતુ આ વિવાદની યાદી કાઢીએ તો લાંબુ લચક લિસ્ટ બની શકે છે.

    follow whatsapp