Swaminarayan and Khodiyar maa Controversy: કેટલાક સંતો પોતાની જીભ પર પણ કાબુ ના રાખી શકે તેવો બફાટ કરી નાખે છે અને તેના કારણે વિવિધ વિવાદો ઊભા થાય છે. ઘણીવખત લોકોને પણ પ્રશ્ન થાય કે આ સંતને શોભે ખરું? જાહેરમાં બંદૂકો બતાવવવી, અપશબ્દો કહેવા, અન્ય ભગવાનનું નિચાજોણું કરવું, વગેરે જેવા કારસ્તાનો કરવા છતા પણ આવા કહેવાતા સંતો પાછળ મોટી મેદની ઊભી રહી જાય ત્યારે પણ લોકો મનમાં આવા જ સવાલ કરે છે કે ક્યાંક તો બુદ્ધી પ્રયોગ શક્ય બનાવો જરૂરી છે. ખેર જે પણ હોય પણ હાલ સાળંગપુરના ભીંતચિત્રોના વિવાદને સંપૂર્ણ રીતે પૂર્ણ ગણી શકાયો નથી ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે વધુ એક બફાટ કરવા સાથે વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. રાજકોટ ખાતેની એક સભામાં સ્વામી બ્રહ્મસ્વરૂપે ખોડિયાર માતાજી અંગે વિવાદીત ટિપ્પણી કરી દીધી છે. જેને લઈને ઘણા સમાજોમાં નારાજગી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
‘સ્વામિનારાયણમાં આવો એટલે કુળદેવી ના હોય’
મીડિયા અહેવાલો પ્રમાણે રાજકોટના એક કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સ્વરૂપ સ્વામી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું.
Asia cup 2023: રોહિત શર્માનો ધમાકેદાર રેકોર્ડ, કોહલી પછી સૌથી ઝડપી 10 હજાર રન કર્યા
સ્વામીએ પ્રસંગ કહેતા કહ્યું કે, મહારાજ ન્હાવા ગયા ત્યારે…
બ્રહ્મ સ્વામીએ કહ્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જ્યારે જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પુછ્યું, કે આ કોણ છે? ત્યારે તેમણે કહ્યું કે આ અમારા કુળદેવી છે. મહારાજે પોતાના ભીના કપડા નીચોવી માતાજી પર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.
ADVERTISEMENT