Neeta Choudhary Arrested : કચ્છની બહુચર્ચિત સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ફરીથી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ATSએ ધરપકડ કરી લીધી છે. લીંબડી નજીકના ગામથી ફરાર નીતા ચૌધરીની ધરપકડ કરાઈ છે. નીતા ચૌધરી આરોપી બુટલેગરની સાસરીમાં છુપાઇ હતી.
ADVERTISEMENT
જામીન પર રહેલી નીતા ચૌધરીના સેસન્સ કોર્ટે જામીન ના મંજુર કરી જેલ હવાલે કરવાનો હુકમ કરતા જ નીતા ફરાર થઈ ગઈ હતી. જોકે, હવે ATSને મળેલ ચોક્કસ બાતમીના આધારે નીતા ચૌધરીને સુરેન્દ્રનગર પંથકમાં લીંબડી નજીકના ગામથી આરોપી બુટલેગરના સગાને ત્યાંથી ઝડપી પાડવામાં આવી છે.
ધરપકડ બાદ પણ અફસોસ નહીં
ગુજરાત ATSએ ફરાર નીતા ચૌધરીને ઝડપી લીધી છે. ત્યારે તેમના ફોટો અને વીડિયો સામે આવ્યા છે. જેમાં તેમને ધરપકડ અને પોતે કરેલા ગુનાનો કોઈ રંજ ન હોય તેમ વર્તી રહી છે. તો તે હળવું હસ્તી પણ જોવા મળી રહી છે. આ અગાઉ પણ જ્યારે નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહ જાડેજાને ઝડપી પાડ્યાં બાદ જ્યારે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં. ત્યારે નીતા ચૌધરીના ચહેરા પર જરા પણ ચિંતાના નિશાન દેખાતાં ન હતાં. એટલું જ નહીં, મીડિયાના કેમેરા સામે નીતા ચૌધરી મલકાતી નજરે પડી હતી. સૂત્રો જણાવી રહ્યાં છે કે પોલીસ લોકઅપમાં પણ નીતા ચૌધરીને કોઈ અફસોસ ન હોય એમ વર્તી રહી હતી, એટલે મક્કમ મનોબળ પાછળનાં કારણો શું હોઈ શકે એ બાબતે તપાસમાં જોડાયેલા અધિકારીઓના મનમાં પણ ઘણા સવાલ ઉઠ્યા છે.
પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ હતી નીતા ચૌધરી
કચ્છનાં ભચાઉ નજીક થોડા સમય પહેલા પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ કરનાર કચ્છની સસ્પેન્ડે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે અટકાયત કરી હતી. નીતા ચૌધરીએ ભચાઉ સ્ટેશન કોર્ટે નીચલી કોર્ટે આપેલા જામીન રદ્દ કરવાનો આદેશ કર્યો હતો. હત્યાનાં પ્રયાસમાં નીચલી કોર્ટે આપેલા જામીનને સેશન્સ કોર્ટે રદ્દ કર્યા હતા. ત્યારબાદ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ હતી. જ્યારબાદ પોલસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી હતી. રાજ્યના વિવિધ વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી.
નીતા ચૌધરીને લઈને વિવાદ શું છે?
ભચાઉ ક્રાઈમ બ્રાંચની ટીમ પર બુટલેગર યુવરાજસિંહે કાર ચઢાવી હતી. તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ પર જીવલેણ હુમલો અને PSIની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સમયે નીતા ચૌધરી પણ બુટલેગર સાથે જ હતી. આ કેસમાં નીતા ચૌધરીની પણ ધરપકડ કરાઈ હતી. બુટલેગર યુવરાજસિંહ સામે દારૂની હેરાફેરી સહિતનાં 16 થી વધુ ગુના નોંધાયા છે. યુવરાજસિંહ અને નીતા ચૌધરીને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. ભચાઉ પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે રિમાન્ડ નકારીને નીતા ચૌધરીને નીચલી કોર્ટે જામીન આપ્યા હતા. જોકે નીચલી કોર્ટના જામીન સેશન્સ કોર્ટે રદ્દ કર્યા હતા. ત્યારબાદ ધરપકડથી બચવા અને જેલમાં જવાનાં ડરે નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી.
જણાવી દઈએ કે, નીતા ચૌધરી વર્ષ 2015માં ગુજરાતના પોલીસ વિભાગમાં જોડાઈ હતી. હાલમાં તે સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ છે. તેની ફરજનું મૂળ સ્થળ ગાંધીધામ હતું, પરંતુ ડેપ્યુટેશનથી CID ક્રાઇમમાં ફરજ પર મૂકવામાં આવી હતી. અગાઉ LCB પર તેને ડ્યૂટી આપવામાં આવી હતી.
ADVERTISEMENT