ચારિત્રની શંકા રાખીને પતિએ પોતાની કંડક્ટર પત્નીને બસમાં જ રહેંસી નાખી

પાવીજેતપુર : ગુજરાતમાં હાલમાં એક ખુબ જ ચોંકાવનારો હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં છોટા ઉદેપુરના પાવી જેતપુર તાલુકાના ભીખાપુર ગામે પતિએ પોતાની જ પત્નીની…

gujarattak
follow google news

પાવીજેતપુર : ગુજરાતમાં હાલમાં એક ખુબ જ ચોંકાવનારો હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં છોટા ઉદેપુરના પાવી જેતપુર તાલુકાના ભીખાપુર ગામે પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી છે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ભીખાપુરા ગામે હત્યાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. હત્યારાઓ ચાલુ બસમાં જ કંડક્ટરની હત્યા કરી નાખી છે. ત્યારે આઘટનાની જાણ થાત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પતિને પોતાની જ પત્નીના ચારિત્ર પર શંકા હતી
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક અને હત્યારો બંન્ને પતિ પત્ની હતા. હત્યારા પતિએ પોતાની જ પત્નીના ચારિત્ર પર શંકા રાખીને તેની હત્યા કરી નાખી હતી. પતિએ પોતાની પત્ની ઓન ડ્યુટી હતી ત્યારે જ બસમાં તેનું ગળુ કાપીને હત્યા કરી નાખી હતી. તેનું ગળું કાપી નાખ્યું હતું. હત્યા કર્યા બાદ તે લાશની બાજુમાં જ બેસી ગયો હતો.

મહિલા લોહીલુહાણ હાલતમાં બસમાં મળી આવી હતી
મૃતક મહિલાનું નામ મંગુબેન રાઠવા હોવાનું સામે આવ્યું. જ્યારે હત્યારો પતિ અમૃત રાઠવા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. હત્યારો એટલા જનુનમાં હતો કે આડેધડ ઘા માર્યા હતા. મહિલાના પગમાં, ગળામાં, પેટમાં અને ડાબા હાથની નસ કાપીને તેની કરપીણ હત્યા કરી નાખી હતી.

    follow whatsapp