રાજકોટ : જિલ્લાની ધરતી પર રમાયેલી કરો યા મરો જેવી કટોકટીવાળી અંતિમ ટી20 મેચમાં ભારતના બેટ્સમેન સૂર્યકુમાર યાદવે સૌથી વિસ્ફોટક સદી ફટકારી હતી. શ્રીલંકાના બોલર્સની ધોલાઈ કરી હતી. રાજકોટમાં આવીને સુર્યકુમાર યાદવે વિસ્ફોટ સદી ફટકારી હતી. તે પણ માત્ર 45 બોલમાં સદી ફટકારી હતી.
ADVERTISEMENT
સૂર્યકુમારે માત્ર 45 બોલમાં સદી ફટકારી હતી. ટી-20 ઈન્ટરનેશનલમાં સૂર્યકુમાર યાદવની આ ત્રીજી સદી છે. સૂર્યકુમાર યાદવે 51 બોલની પોતાની ઈનિંગમાં 112 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 9 છગ્ ફટકાર્યા હતા. સૂર્યાની તોફાની ઈનિંગ સાથે ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 228 રન બનાવ્યા હતા.
ટી-20 ઈન્ટરનેશનલમાં સૂર્યકુમારની આ ત્રીજી સદી છે. રાજકોટમાં દર્શકોને તેની આક્રમક રમત જોવા મળી હતી. આ રમત જોઇને રાજકોટના નાગરિકો પણ ખુશખુશાલ થઇ ગયા હતા. સુર્યકુમારને વધાવી લીધો હતો. આખુ મેદાન માત્ર સુર્યા સુર્યાના સ્લોગનથી ગુંઝી ઉઠ્યું હતું.
ADVERTISEMENT