કમોસમી વરસાદને લઈ 15 જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ, જાણો કોને આપશે સરકાર સહાય

ગાંધીનગર: રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની હાલત બગડી છે. માવઠાના મારે ખેડૂતોના પાકને ભારે નુકશાન પહોંચાડ્યું છે. આ દરમિયાન આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ…

gujarattak
follow google news

ગાંધીનગર: રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની હાલત બગડી છે. માવઠાના મારે ખેડૂતોના પાકને ભારે નુકશાન પહોંચાડ્યું છે. આ દરમિયાન આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમા રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરાઇ હતી‌.આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગત માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો હતો ત્યારે હવે ખેડૂતોને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે.રાજ્યમાં પાક નુકશાની અહેવાલોના આધારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ જીલ્લાઓમાં થઈ ચૂક્યો છે સર્વે
કમોસમી વરસાદને લઈ જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર, અરવલ્લી અને ભરુચ જિલ્લામાં મળી કુલ 565 સર્વે ટીમો દ્વારા વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.ત્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આંબાના પાકમાં નુકશાનીની રજૂઆતોને ધ્યાને લઇ જિલ્લા તંત્ર તરફથી અસરગ્રસ્ત વિસ્તારમાં પાક નુકશાન સર્વેની કામગીરી હાલ ચાલી રહી છે/

15 જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ રાજ્યના 15 જિલ્લાના કુલ 1,99,951 હેક્ટર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં, ખેતીપાકોનો અસરગ્રસ્ત વિસ્તાર 1,83,121 હેક્ટર અને બાગાયતી ફળપાકોનો અસરગ્રસ્ત વિસ્તાર 16,830 હેક્ટર છે. સર્વેની વિગતો અનુસાર 42,210 હેક્ટર જેટલો વિસ્તાર 33 ટકા કે તેથી વધુ નુકશાનગ્રસ્ત છે.

33 ટકાથી વધુ નુક્શાનગ્રસ્તને આપશે સહાય
જેમાં 30,895 હેક્ટર ખેતીપાકોનો વિસ્તાર અને બાગાયતી ફળપાકોનો નુકશાનગ્રસ્ત વિસ્તાર 11,315 હેક્ટર છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના નિયામો પ્રમાણે રાજ્યમાં 33 ટકાથી વધુ નુકસાનગ્રસ્ત હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય ચુકવવાની વિચારણા હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: જામનગરમાં રખડતાં પશુનો આતંક, ઓટલે બેઠેલા વૃદ્ધને લીધા અડફેટે… જુઓ Video

અહી વરસાદ પડ્યો હતો
રાજ્યમાં માર્ચ મહિનાથી એટલે કે ભર ઉનાળેથી વરસાદ 4-3-2023 થી 24-3-2023 સુધીમાં રાજ્યના 30 જિલ્લાના 198 તાલુકામાં 1 મીલીમીટરથી 47 મીલીમીટર સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાંના 10 જિલ્લાના 34 તાલુકામાં 10 મિલીમીટરથી પણ વધારે વરસાદ નોંધાયો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp