Surendranagar: પ્રેમ માટે યુવકને મળી તાલીબાની સજા, યુવતીના પરિજનોએ મુંડન કરી પટ્ટાથી માર માર્યો

Surendranagar News: સુરેન્દ્રનગરમાં પ્રેમ માટે તાલીબાની સજા આપવાની ઘટના બની છે. મુળીના નાડધ્રી નજીક પ્રેમ પ્રકરણમાં યુવકને માર મારીને તેનું મુંડન કરી નખાયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

યુવકને તાલીબાની સજાની તસવીર

યુવકને તાલીબાની સજાની તસવીર

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

સુરેન્દ્રનગરના નાડધ્રી નજીક યુવક સાથે અમાનુષી અત્યારનો વિડીયો વાયરલ થયો.

point

મુળીના નાડધ્રી નજીક યુવકનું પ્રેમ પ્રકરણમાં મુંડન કરાયું હોવાનો વીડિયો વાઈરલ થયો.

point

યુવતીના પરીવારજનોએ યુવાનનો મુંડન કરી માર માર્યો હોવાનું અનુમાન.

Surendranagar News: સુરેન્દ્રનગરમાં પ્રેમ માટે તાલીબાની સજા આપવાની ઘટના બની છે. મુળીના નાડધ્રી નજીક પ્રેમ પ્રકરણમાં યુવકને માર મારીને તેનું મુંડન કરી નખાયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. પ્રેમીકાના પરિજનો દ્વારા યુવકને મુંડન કરીને પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો. 

યુવકને ખેતરમાં લઈ જઈને માર મરાયો

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં આવેલા નાડધ્રી નજીક એક યુવકનું પ્રેમ પ્રકરણમાં ખેતરમાં લઈ જઈને મુંડન કરીને માર મારવામાં આવ્યો હતો. આશંકા છે કે પ્રેમિકાના પરિજનો દ્વારા જ યુવકને પકડીને પહેલા પટ્ટાથી માર મારવામાં આવ્યો અને બાદમાં તેનું મુંડન કરી નાખવામાં આવ્યું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. યુવક પર કરવામાં આવેલા અમાનુષી અત્યાચારની ઘટના પર તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

તાલીબાની અત્યાચારનો વીડિયો વાઈરલ

વીડિયોમાં યુવક ખેતરમાં બેઠેલો છે, જ્યારે તેની આસપાસ કેટલાક લોકો તેને ઘેરીને ઊભેલા છે. તેમાં એક વ્યક્તિના હાથમાં પટ્ટો પણ દેખાય છે અને યુવક બચવા માટે તેમને આજીજી કરી રહ્યો છે. તેનું મુંડન કરી નાખવામાં આવ્યું છે. 

(ઈનપુટ: સાજીદ બેલિમ, સુરેન્દ્રનગર)
 

    follow whatsapp