સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના શિયાણી ગામ નજીક ખેતમજૂરો ભરેલા ટ્રેક્ટરો ખાડમાં ખાબકી જતાં 12 લોકોને સામાન્ય ઇજા થઈ હતી. જોકે ચોંકાવનારી હકિકતો એ જાણવા મળી રહી છે કે બંને ટ્રેક્ટરના ચાલકો દ્વારા એક બીજા સાથે રેસ કરવામાં આવી હતી. રેસ જીતવાના ચક્કરમાં મજુરોથી ભરેલા ટ્રેક્ટર લઈને રોડ પર બેફામ જઈ રહ્યા હતા પરંતુ આ દરમિયાન વાહન પર કંટ્રોલ થઈ ના શકતા બંને ટ્રેક્ટર પાણી ભરેલા ખાડામાં ખાબક્યા હતા. જો આ વિગતો ખરી છે તો બંને ચાલકોએ ના માત્ર પોતાના પણ બીજાના પણ જીવ જોખમમાં મુક્યા હતા. સ્પીડના રોમાંચમાં લોકોના જીવ જાય છે તે ખબર હોવા છતા આ બંને શખ્સોએ પોતાના અને અન્યોના જીવને હથેળી પર લઈને ખાડાની ધારે ચાલવાની બેવકુફી ભરી હરકત કરી હતી.
ADVERTISEMENT
શહીદ જવાન મહિલાપસિંહનો આજે જન્મદિવસ અને આજે જ બારમું, અમદાવાદની આ સ્કૂલને તેમનું નામ અપાયું
રેસ લગાવવી પડી ભારે, સીધા ખાબક્યા ખાડામાં?
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બે ટ્રેક્ટર જાહેર રોડ પર રેસિંગ કરતા હોવાની ચર્ચાઓ જાગી છે. આ ઘટનાની પોલીસ તપાસ થાય તો ખરુ સત્ય જાણી શકાશે. જોકે બંને ટ્રેક્ટર ચાલકોને રેસ લગાવવી ભારે પડી હતી અને ટ્રેક્ટર્સ પાણી ભરેલા ઊંડા ખાડામાં ખાબક્યા હતા.
ટ્રેક્ટર પાણીમાં પડતા ઘણા લોકો પાણીમાં ડૂબી જાય તેવી સ્થિતિ હતી. ટ્રેક્ટરોમાં સવાર ખેતમજૂરો પાણીમાં ફસાઈ ગયા હતા. આજુબાજુના લોકોએ તેમને બચાવવા માટે દોડી આવ્યા હતા અને તેમને ખાડામાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ ટ્રેક્ટરમાં સવાર 12 લોકોને સામાન્ય ઇજા થઈ હતી. તેમને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
સ્થાનિકોનું માનવું છે કે ટ્રેક્ટર ચાલકોની ગેરકાયદેસર રેસિંગને કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માત લોકો માટે એક ચેતવણી સ્વરૂપ છે અને આવા અનેક અકસ્માતો ચેતવણી રૂપ ઘટનાઓ હતી પરંતુ તેમાંથી આપણે કેટલો પદાર્થ પાઠ શીખીએ છીએ તે આપણા પર છે. એક જવાબદારી સાથે વાહન ચલાવવું અને નિયમોના પાલન સાથે સાવચેત રહેવું જોઈએ અને ગેરકાયદેસર રેસિંગ કરવી ન જોઈએ.
(ઈનપુટઃ સાજીદ બેલિમ, સુરેન્દ્રનગર)
ADVERTISEMENT