સાજીદ બેલિમ.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરની સબજેલ જાણે કે હવે સુરક્ષિત નથી તેવો ઘાટ ઘડાયો છે. સુરેન્દ્રનગરની મુખ્ય સબજેલમાં કાચા કામના આરોપીઓના બે જુથો વચ્ચે અથડામણ થઈ ગઈ છે. આ મામલાને લઈને પોલીસ વિભાગમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. જેને લઈને ઉચ્ચ અધિકારીઓ પણ જેલ ખાતે દોડી ગયા હતા. આ મામલામાં પોલીસ વડાએ પણ તાત્કાલીક ધોરણે તપાસના આદેશો કર્યા છે.
ADVERTISEMENT
પોલીસે નાખ્યા ધામા
સુરેન્દ્રનગરની સબજેલમાં કાચા કામના કેદીઓના બે જુથો વચ્ચે ધિંગાણું થયાના અહેવાલ સામે આવ્યા છે. આજે શુક્રવારે મોડી સાંજે સુરેન્દ્રનગરની સબ જેલમાં શિસ્ત અને સલામતી જોખમાઈ છે. અહીં કાચા કામા બે જુથો વચ્ચે મારામારી થઈ ગઈ છે. ઘટનાને પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ પણ અને સ્થાનીક પોલીસ પણ સબ જેલ પહોંચી ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસ ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રીતસર અહીં ધામા નાખ્યા છે.
ભાજપના અનેક ધારાસભ્યોની નારાજ પરંતુ બોલી નથી શકતા: પંકજા મુંડે
તાત્કાલીક તપાસ કરવા આદેશ
સબજેલમાં જેલર સહિતનો સ્ટાફ હાજર હોવા છતા કાચા કામના કેદીઓ વચ્ચે છૂટા હાથની મારામારીનો બનાવ કેવી રીતે બની ગયો તેને લઈને પણ ચર્ચાઓનો દૌર શરૂ થયો છે. જેલમાં જુથ અથડામણને લઈને તાત્કાલીક ધોરણે તપાસ કરવાના આદેશ જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જેલમાં બે જુથો વચ્ચે સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ હતી જે પછી જેલની અંદર જ બંને જુથો વચ્ચે મારામારી થઈ ગઈ હતો. જોકે તેઓ કઈ બાબતમાં મારપીટ પર ઉતરી આવ્યા હતા તેને લઈને વધુ વિગતો હજુ સામે આવી નથી.
ADVERTISEMENT