Surendranagar News: સુરેન્દ્રનગરથી શિક્ષણ વિભાગની એક બેદરકારીનો વિડીયો સામે આવ્યો છે. જિલ્લાની પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો કલાસરૂમમાં પુરી અને શિક્ષકો ઘરે જતા રહ્યાની ઘટના સામે આવી છે.
ADVERTISEMENT
શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી...
મળતી માહિતી અનુસાર, પ્રાથમિક શાળામાં બાળકો ક્લાસરૂમમાં હતા અને શિક્ષકો શાળા લોક કરીને ઘરે જતા રહ્યા અને બાળકોએ આક્રાંદ કરી મૂકતા વાલીઓ રોષે ભરાયા હતાં. શાળાનો ગેટ તોડીને વાલીઓએ બાળકોને બહાર કાઢવા પડ્યા હતા. આ ઘટના બાદ વાલીઓએ આક્રોશ ઠાવ્યો હતો.
અમને એમ કે વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા....
તો બીજી બાજુએ તાલુકા શિક્ષણાધિકારીએ શિક્ષકોનો બચાવ કરતા કહ્યું કે, અમને એવું હતું કે વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા હશે જેવી ઘટનાની જાણ થઇ કે તરત જ શિક્ષકોએ જ આવીને બળકોને બહાર કાઢ્યા હતા.
તાલુકા શિક્ષણાધિકારી શું બોલ્યા જુઓ
ઘટના પર ખુલાસો કરતા તાલુકા શિક્ષણાધિકારીએ મીડિયાને જણાવ્યું કે, ફત્તેપુર ગામમાં કોઈ તિથિ ભોજન હતુ. જેમાં બાળકો ત્યાં ભોજન માટે ગયા હતા. શાળાના શિક્ષકો જ્યારે સ્કૂલમાં આવ્યા ત્યારે એમને થયું કે બધા બાળકો ઘેર જતા રહ્યાં છે. એટલે એ લોકો બહારની જાળી લોક કરીને નીકળી ગયા હતા. આ બાબતે શાળાના આચાર્ય ગોવિંદભાઇને બોલાવી એમનો ખુલાસો લેવાની સાથે નોટીસ આપવાની તજવીજ હાથ ધરી છે.
(ઇનપુટ: સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)
ADVERTISEMENT