સુરેન્દ્રનગરઃ લાંબા સમયથી પાણી માટે પરેશાન અંકેવાળીયા ગામ અને તેની આસપાસના ગામોની મહિલાઓએ નારાજગી દર્શાવી હતી. જોકે નારાજગી દર્શાવતી આ મહિલાઓએ તંત્ર અને ટ્રાફિકમાં ફસાયેલા લોકોના પરસેવા છોડાવી દીધા હતા. મહિલાઓએ અહીં એવો હંગામો કર્યો હતો કે ન પુછો વાત. મહિલાઓએ આજે બુધવારે સુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો.
ADVERTISEMENT
નવીન-ઉલ-હકે પોસ્ટ કરી આવી હરકતોઃ કોહલી આઉટ થતા સેલેબ્રેશન…!
ચક્કાજામથી કરી નારાજગી વ્યક્ત
સુરેન્દ્રનગર અને લીંબડીનો હાઈવે કેટલીક મહિલાઓ અને ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. બુધવારે અંકેવાળીયા ગામ પાસે મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. પાણીના મુદ્દે લાંબા સમયથી પરેશાન મહિલાઓ આખરે ગુસ્સે ભરાઈ હતી. તંત્ર દ્વારા અંકેવાળીયા ગામ અને તે સહિતના આસપાસના ગામોાં પુરતું પાણી પુરુ પાડવામાં આવતું ન હોવાના આક્ષેપો સાથે મહિલાઓ અને રહીશો દ્વારા હાઈવે પર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. મહિલાઓએ આ ચક્કાજામ સાથે પાણી પુરુ પાડવાની માગ કરી હતી. તેમણે સરકાર અને તંત્ર સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી.
(ઈનપુટઃ સાજીદ બેલિમ, સુરેન્દ્રનગર)
ADVERTISEMENT