સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર એલસીબી પોલીસ દ્વારા સૌકા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો કરવામાં આવ્યો છે જેમાં 38 જુગારીઓ સાથે 29 લાખનો જુગાર પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે મોબાઈલ, બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. ત્રણ શખ્સો દ્વારા ચલાવવામાં આવતા આ જુગારધામમાં ગુડદીપાસનો જુગાર ચલાવાતો હતો. પોલીસે તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
ઈડરના પ્રિન્સ પટેલે ટ્યૂશનથી નહીં, જાતે મહેનત કરી મેળવ્યું ટોપ 3માં સ્થાન
સ્થાનીક પોલીસને અંધારામાં રાખી LCBની રેડ
સુરેન્દ્રનગરના લીંબડી ખાતે આવેલા સૌકા ગામે મોટું જુગારધામ ચાલતું હોવાની વિગતો પોલીસ સુધી પહોંચી ગઈ હતી. સુરેન્દ્રનગર એલસીબી દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને જાણકારી મળી કે સૌકા ગામની સીમમાં આવેલા એક ખેતરની ઓરડીમાં જુગારધામ ચાલી રહ્યું હતું. એલસીબી પોલીસે ખેતરની ઓરડી પર રેડ કરતા 38 જુગારીઓ જુગાર રમતા રોકડા રૂપિયા 24.21 લાખ સાથે પકડાયા હતા. ઉપરાંત તેમની પાસેના મોબાઈલ્સ, બાઈક વગેરે મળી કુલ રૂપિયા 28.77 લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે તપાસ કરતા (1) તનવિરસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા (2) રવિરાજસિંહ ઉર્ફે નાનભા રણજીતસિંહ ઝાલા (3) નવદિપસિંહ ગીરીરાજસિંહ ઝાલા આ જુગારધામ ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. ગુડદીપાસાનો જુગાર ચલાવતા તનવિરસિંહ ઝાલા અને રવિરાજસિંહ ઝાલા ફરાર થતા પોલીસે તપાસ હાથ ધરી છે. સ્થાનીક પોલીસને અંધારામાં રાખીને એલસીબી પોલીસે રેડ કરીને મોટો જુગાર ઝડપી પાડ્યો હતો. જેના પગલે સ્થાનીક પોલીસની કામગીરી પર પણ મોટા સવાલો ઊભા થયા છે.
(ઈનપુટઃ સાજીદ બેલિમ, સુરેન્દ્રનગર)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT