સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર: રાજ્યમાં સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ ઇન્ટર્નશીપ કરતા ડોકટરો સતત નારાજ ચાલી રહ્યા છે. આ દરમિયાન સુરેન્દ્રનગર શહેરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ (ટીબી હોસ્પિટલ)ના ઇન્ટર્નશીપ કરતા ડોકટરો સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. આ ઉપરાંત કોલેજના સતાધિશો સામે ધરણા સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
ADVERTISEMENT
સ્ટાઈપેન્ડને લઈ ઇન્ટર્નશીપ કરતા ડોકટરોની નારાજગી ફરી એક વખત સામે આવી છે. હવે સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે કામગીરી અળગા રહી સૂત્રોચ્ચાર અને બેનરો સાથે વિરોધના સૂર ઉચ્ચાર્યા છે. ત્યારે દર્દીઓની હાલત કફોડી બની છે.
જાણો શું કરી છે માંગ
ઇન્ટર્નશીપ કરતા ડોકટરોએ કોલેજના સતાધિશો સામે વિરોધના સૂર પુરાવ્યા છે. કોલેજ દ્વારા માત્ર રૂપિયા 4500 સ્ટાઈપન્ડ ચૂકવવામાં આવે છે. દ્વારા અન્ય કોલેજ અને હોસ્પિટલની જેમ રૂપિયા 12,000 થી 18000 સ્ટાઈપન્ડ ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.
અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા
સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે ઇન્ટર્નશીપ કરતા ડોકટરો હવે કોલેજ સામે મેદાને ઉતર્યા છે. કોઈ પણ સંજોગોમાં લદિલેવાના મૂડ સાથે ઉતરેલા ઇન્ટર્નશીપ કરતા ડોકટરો હડતાળનો માર્ગ અપનાવ્યો છે. આજે અંદાજે 90 થી વધુ ઇન્ટર્નશીપ કરતા ડોકટરો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.
ચીમકી ઉચ્ચારી
એક તરફ 90 કરતાં વધારે ઇન્ટર્નશીપ કરતા ડોકટરોએ કોલેજ સતાધીશો સામે અચોક્કસ મુદ્દતની હડતાળનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે બીજી તરફ જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી રેલી, ધરણા સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT