સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ચોટીલાના વતની હિતેન્દ્રસિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત ભાજપ તરપથી સુરેન્દ્રનગરના જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્ર ચૌહાણના નામની પસંદગી થતા કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી જ્યારથી આ પદ માટે કોના નામ પર પસંદગીનો કળશ ઢોળાશે તે ચર્ચાઓનું કેન્દ્ર હતો.
ADVERTISEMENT
MLA ચૈતર વસાવાની પ્રેમ કહાનીઃ બંને પત્નીઓએ કહ્યું ‘અમે સગી બહેનો જેવા’: Valentine’s Day
જગદીશ દલવાડી પછી આ પદ પર કોણ? પ્રશ્નનો અંત
ગુજરાત ભાજપ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચોટીલાના વતની હિતેન્દ્ર ચૌહાણની પસંદગી કરવામાં આવી છે. જેને લઈને કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જગદીશ દલવાડી કાર્યરત હતા. જોકે તેઓ વઢવાણની બેઠક પરથી હમણાં જ ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી મુખ્ય નાયબ દંડક તરીકે પણ નિમાયા હતા. જેથી આ પદ પર હવે કોણ રહેશે તે બાબતની ચર્ચાઓ હતી.
Breaking News: અદાણી મુદ્દે પહેલી વખત બોલ્યા અમિત શાહઃ કહ્યું…
કાર્યકરોએ કરી અભિનંદન વર્ષા
ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અગાઉના જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ દલવાડીને આ ઉપરાંત મહત્વની જવાબદારી તરીકે મુખ્ય નાયબ દંડક નિમણૂક તરીકે પણ તેમને કાર્યભાર સોંપાયો છે. જે પછી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે. જિલ્લા ભરમાં કાર્યકરોએ હિતેન્દ્રસિંહ ચૌહાણના નામની પસંદગી સામે આવતા જ અભિનંદન પાઠવ્યા છે.
(ઈનપુટઃ સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)
ADVERTISEMENT