સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં ચુડા તાલુકામાં આવેલા સમઢીયાળા ખાતે જુથ અથડામણની ઘટના બની છે. જેમાં બે જુથો વચ્ચે મારામારી થઈ જતા મામલો ઉશ્કેરાયો છે. અહીં અલગ અલગ જ્ઞાતિના બે જુથો સામ સામા આવી ગયા હતા. શસ્ત્ર લડાઈમાં આ ઘટનામાં બે વ્યક્તિના મોત થયાના અહેવાલ પણ મળી રહ્યા છે.
ADVERTISEMENT
તલવાર અને ધારિયાથી હુમલો
સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં આવેલા સમઢીયાળા ગામમાં જુથ અથડામણની ઘટનામાં ઈજાગ્રસ્તો પૈકીના 2 આઘેડ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયાની ઘટના બની છે. જુથ અથડામણ આ કારણે હત્યામાં ફેરવાઈ છે. જમીન ખેડવાના મામલામાં બે અલગ અલગ જ્ઞાતિના જુથો સામ સામે આવી ગયા હતા. તલવાર અને ધારિયા જેવા હથિયારો સાથે શસ્ત્ર થયેલી લડાઈમાં બે જુથના લોકો બાખડી પડતા મામલો હિંસાત્મક બન્યો છે. મૃતકો અનુસુચિત જાતિના હોવાની વિગતો પણ સામે આવી છે.
મોરબીના BJP ધારાસભ્યનો કથિત Audio વાયરલઃ ‘ફાયરિંગ થયું પણ તેને પકડતા નથી’
સમઢીયાળામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાતા ડીવાયએસપી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો છે. અનુસુચિત સમાજના આગેવાનો પણ અહીં એકત્ર થઈ ગયા છે. આ ઘટનામાં ઈજાઓ પામેલા વ્યક્તિઓને સારવાર માટે મેડિકલ કોલેજ ખાતે લઈ જવાયા હતા જ્યાં બે વ્યક્તિનું મોત થતા મામલો હત્યામાં પરિણમ્યો છે. હવે આગામી સમયમાં પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સહુની મીટ મંડાઈ છે.
(ઈનપુટઃ સાજીદ બેલિમ, સુરેન્દ્રનગર)
ADVERTISEMENT