સાજિદ બેલીમ/સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના ખંપાળિયા નજીક જેટકોના ટાવરો તોડી પાડીને તેમાંથી એંગલ સહિતની વસ્તુઓની ચોરી કરતો ભાજપનો કાર્યકર ઝડપાયો છે. જેટલોના 66 કેવી હાઈ વોલ્ટેજ લાઈનના ટાવરને તોડીને રૂપિયા 9 કરોડથી વધુનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. હાલમાં ભાજના કાર્યકર સહિત 4 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે.
ADVERTISEMENT
વિગતો મુજબ, સુરેન્દ્રનગરના ખંપાળિયા નજીક જેટકોની હાઈ વોલ્ટેજ વીજ લાઈનને તોડી પાડીને તેમાંથી એંગલ સહિતની વસ્તુઓની ચોરી કરવા મામલે પોલીસે ચાર જેટલા લોકોને પકડી પાડ્યો હતો. આ મામલાની પોલીસે વધુ તપાસ કરતા તેમાં ભાજપના જ કાર્યકર વિપુલ સારદિયાનું નામ સામે આવ્યું હતું. હાલમાં પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરીને આરોપીઓએ વધુ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપ્યો છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.
જેટકોના આ હાઈવોલ્ટેજ લાઈનના ટાર તોડી પાડીને તેમાંથી નીકળતા પદાર્થમાંથી ટ્રેક્ટરના ઓજારો સહિતની વસ્તુઓ બનાવવામાં આવતી હતી. મુળી પોલીસ દ્વારા આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઝડપાયેલા ભાજપના કાર્યકર્તા પાસેથી ચોરી કરેલી સીન્ટેક્સની ટાંકી મુકવા માટે બનાવવામાં આવેલ સ્ટેન્ડની એંગલો તથા અન્ય ઓજારો જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે ભાજપના જ કાર્યકર્તાનું ચોરીમાં નામ ખુલતા સુરેન્દ્રનગરનું રાજકારણ ગરમાયું છે.
ADVERTISEMENT