સુરેન્દ્રનગરઃ લખતર-વિરમગામ હાઈવે પર ટ્રેક્ટર અને કાર ભટકાયા, મહિલાનું મોત, પુરુષ ગંભીર હાલતમાં

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર ખાતે લખતર અને વિરમગામના હાઈવે પર વધુ એક અકસ્માતમાં કારનું પડીકું વળી ગયું છે અને આ ઘટનામાં એક પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો…

accident

accident

follow google news

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર ખાતે લખતર અને વિરમગામના હાઈવે પર વધુ એક અકસ્માતમાં કારનું પડીકું વળી ગયું છે અને આ ઘટનામાં એક પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે જ્યારે એક મહિલાનું મોત નિપજ્યું છે. અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારમાં લોકો તેમની મદદ કરવા માટે ઊભા રહી ગયા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવાની તજવીજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી.

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી પેપર બનાવવાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, તંત્ર દોડતું થયું

સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને થયો અકસ્માત
લખતરથી વિમગામ હાઈવે પર અવારનવાર અકસ્માતો થયા છે. અકસ્માતોમાં આપણે ત્યાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા પણ છે. હાલમાં જ શનીવારે મોડી રાત્રે છરાદ ગામના પાટીયા નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં એક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. છારદ ગામના પાટીયા નજીક એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ટ્રેક્ટરની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતને કારણે પુરુષ ગંભીર રીતે ઘવાયો હતો જ્યારે એક મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતને પગલે હાઈવે પરથી જતા ઘણા લોકો ઈજાગ્રસ્તની મદદ માટે રોકાઈ ગયા હતા. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ પણ સ્થળ પર આવી હતી. પોલીસે આ અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવાની તજવીજ શરૂ કરી હતી.

(ઈનપુટઃ સાજીદ બેલિમ, સુરેન્દ્રનગર)

    follow whatsapp