Surendranagar: વીજ વાયર ટ્રેક્ટરને અડી જતા મજૂરી કામે જતા 7 મજૂરોને કરંટ લાગ્યો, 3નાં મોત

Surendranagar News: સુરેન્દ્રનગરના પાટડીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટ્રેક્ટરમાં બેસીને મજૂરી કામે જતા મજૂરોને વીજ શોક લાગતા 7 જેટલા મજૂરો દાજી ગયા હતા.

વીજ શોક લાગ્યો તે ટ્રેક્ટરની તસવીર

વીજ શોક લાગ્યો તે ટ્રેક્ટરની તસવીર

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

પાટડી-દશાડા તાલુકાના બુબાળા ગામે ટ્રેક્ટર વીજ વાયરને અડી જતા 7 લોકોને કરંટ લાગ્યો.

point

ટ્રેક્ટરમાં બેસીને મજૂરો મજુરી કામે જતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો.

point

વીજ વાયર અડી જતા ઘટના સ્થળે ત્રણ લોકોના મોત, ચાર મજૂરોને ગંભીર રીતે દાજી ગયા.

Surendranagar News: સુરેન્દ્રનગરના પાટડીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટ્રેક્ટરમાં બેસીને મજૂરી કામે જતા મજૂરોને વીજ શોક લાગતા 7 જેટલા મજૂરો દાજી ગયા હતા. જેમાંથી 3 મજૂરોના કરુણ મોત નિપજ્યા છે. તમામ મૃતક મજૂરો અને ઈજાગ્રસ્તો મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના અલીરાજપુર તાલુકાના હોવાનું સામે આવ્યું છે. ટ્રેક્ટરની ટ્રોલી વીજ વાયરને અડી જતા ટ્રેક્ટરના ચારેય ટાયરો મળી ગયા હતા.

મજૂરી કામે જતા અકસ્માત

વિગતો મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-દશાડા તાલુકામાં આવેલા બુબાળા ગામમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસીને મજૂરો કામ પર જઈ રહ્યા હતા. દરમિયાન ટ્રેક્ટરની ટ્રોલી વીજ વાયરને અડી જતા અંદર બેઠેલા 7 જેટલા મજૂરોને કરંટ લાગ્યો હતો. જેમાંથી 3 મજૂરોના કરુણ મોત નિપજ્યા હતા, તો અન્ય ચાર જેટલા મજૂરો ગંભીર રીતે દાઝી જતા તેમને સાવાર માટે વિરમગામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશના વતની હતા શ્રમિકો

ઘટનાની જાણ થતા જ પોલીસ તથા મામલતદાર સહિતની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. જાણકારી મુજબ, દાઝી ગયેલા ચારેય મજૂરોની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. મૃતક અને ઈજાગ્રસ્ત મજૂરો મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના વતની હતા.  

(ઈનપુટ: સાજીદ બેલિમ, સુરેન્દ્રનગર)
 

    follow whatsapp