સુરત: આજે ઉત્રાણ પાવર હાઉસના કૂલિંગ ટાવરને બ્લાસ્ટ કરી જમીનદોસ્ત કરવામાં આવ્યો છે. 7 સેકન્ડમાં આ કુલિંગ હાઉસને તોડી પાડવામા આવ્યો છે. ટાવર તૂટવાની સાથે જ ધૂડની ડમરી ઊડી હતી. આ ટાવરને 2017 માં જ 30 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા હતા.
ADVERTISEMENT
છેલ્લા બે મહિનાથી ચાલી રહી હતી તૈયારી
કુલિંગ ટાવરના બ્લાસ્ટ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેકનોલોજીના મદદથી ગણતરીના સેકન્ડોમાં જ વિશાળ ટાવરને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે. આ ટાવરની કુલ ઊંચાઈ 84 મીટર છે અને તેના 72 જેટલા પિલર આવેલા છે. પિલરમાં હોલ કરવામાં આવ્યા હતા અને તેમાં પ્રવાહી સ્વરૂપનું એક્સપ્લોઝિવ નાખવામાં આવ્યું હતું. આ એક્સપ્લોઝિવને રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યો. છેલ્લા બે મહિનાથી એક્સપ્લોઝિવને મુકવા માટેની કાર્યવાહી ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી. એક પિલરની અંદર 20 જેટલા હોલ કરવામાં આવે છે અને તે હોલ ની અંદર આ એક્સપ્લોઝિવને મૂકવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
250 કિલો ડાયનામાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો
સુરતના ઉત્રાણ પાવર હાઉસનો 30 વર્ષ જૂનો કુલિંગ ટાવર આજે સેકંડોમાં ધ્વસ્ત થઈ ગયો છે. કૂલિંગ ટાવર આશરે 85 મીટર ઉંચો અને 70 મીટર પહોળો હતો. આજે બ્લાસ્ટ કરીને માત્ર 7 સેકેન્ડમાં આ ટાવરને જમીનદોસ્ત કરી દેવાયો છે. આ ટાવરને તોડવા માટે 250 કિલો ડાયનામાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટાવરને 2017માં ભંગાર જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મિત્રના મમ્મીને પ્રેમ જાળમાં ફસાવી વારંવાર આચર્યું દુષ્કર્મ, નોંધાઈ પોલીસ ફરિયાદ
આ કારણે તોડી પાડવામાં આવ્યો
ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ કાર્યરત હતાં, જેમાં 135 મેગા વોટનો પ્લાન્ટ જૂનો હતો. આટલા વર્ષો થઈ જવાના કારણે તેને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ આજે તોડી પાડવામાં આવ્યો છે. સુરતના ઉત્રાણ કુલિંગ ટાવર વર્ષ 1993માં બનાવવામાં આવ્યો હતો. જેને 2017માં 30 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકાર દ્વારા આ કુલિંગ ટાવરના ડિમોલિશન માટે નિર્ણય લઇ લેવાયો હતો.
ADVERTISEMENT