સુરતમાં ભારે હવામાં પાણીની ટાંકી ઉડીને રસ્તે જતા યુવકના માથે પડી, વીડિયોમાં કેદ થઈ ઘટના

Yogesh Gajjar

17 Jun 2023 (अपडेटेड: Jun 17 2023 8:06 AM)

સંજયસિંહ રાઠોડ/સુરત: ગુજરાતભરમાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. શુક્રવારે મોડી રાત્રે કચ્છમાં ત્રાટકેલા વાવાઝોડાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાયો હતું. ત્યારે સુરતમાંથી…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ/સુરત: ગુજરાતભરમાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. શુક્રવારે મોડી રાત્રે કચ્છમાં ત્રાટકેલા વાવાઝોડાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાયો હતું. ત્યારે સુરતમાંથી શોકિંગ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં રસ્તે જતા યુવક પર હવામાં ઉડતી પાણીની ટાંકી આવીને પડે છે અને રોડ પર ઢળી પડે છે. ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકને બચાવવા માટે લોકો ત્યાં દોડી આવે છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

વિગતો મુજબ, સુરતના ભેસ્તાન વિસ્તારમાં ભારે પવનના કારણે ઘરના ધાબા પર રાખેલી પ્લાસ્ટિકની એક ટાંકી પતંગની જેમ હવામાં ઉડીને રોડ પર જતા યુવક પર પડે છે. હવામાં ઊડીને નીચે પડે છે. આ જ સમયે એક યુવક ચાલીને જઈ રહ્યો હોય છે અને ટાંકી આવીને સીધી તેના પર જ પડે છે. ત્યારે આસપાસના લોકો તેને બચાવવા માટે દોડી આવે છે. ટાંકી દૂર કરીને યુવકને બહાર કાઢે છે. યુવકને ઘટનામાં ઈજા પહોંચી હોવાના કારણે હાલમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે 1 સેકન્ડ પહેલા જ ત્યાંથી પસાર થાય છે, સદનસીબે તેનો જીવ બચી જાય છે અને તે આગળ જાય છે એટલી વારમાં ટાંકી આવીને યુવક પર પડે છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે.

 

    follow whatsapp